A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरेगुजरात

રાધનપુર મેન બજારમાં પાણી ભરાતા ભારે હાલાકી પાણીની પાઇપ લાઈન તૂટતો મેન બજારમાં પાણી ભરાયું

રાધનપુર મેન બજારમાં પાણી ભરાતા ભારે હાલાકી પાણીની પાઇપ લાઈન તૂટતો મેન બજારમાં પાણી ભરાયું

રાધનપુરમાં ચાલી રહેલ કામગીરી  જલ શે નળ યોજના અંતર્ગત ખોદકામ દરમિયાન મેન બજારમાં મોળી રાત્રે પીવાના પાણીની પાઇપ લાઇન તૂટતા મેઈન બજારમાં પાણી ભરાઈ જતાં બજારમાં તળાવ જેવા દર્સ્યો જોવા હતા મેન બજારમાં  પાણી બજારમાં ફરી વળતાં  જેના લીધે ગામલોકો તેમજ દુકાનદારોની હાલત કફોડી થવા પામી હતી. મુખ્ય બજારમાં  રસ્તા ઉપર જ પાણી ભરાઇ જતાં વેપારીઓ સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

રાધનપુરમાં આવેલ જલારામ સોસાયટીમાં પીવાના પાણીની લાઈન પૂરી પાડતી મંગળવારે તુટતા મેન બજારમાં પાણી ભરાયું હતું જી. યુ. ડી. સી.દ્વારા અંકિતા કન્ટ્રક્શન દ્વારા શહેરમાં ચાલી રહેલ કામગીરી દરમિયાન પીવાના પાણીના જેસીબી ખોદકામ દરમિયાન  તોડી નાખતા મેન બજારમાં પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ અને વેપારીઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો

આ અંગે પાલિકા ના જવાબદારી કર્મચારી પ્રકાશપૂરી ગૌસ્વામી એ જણાવ્યું હતુંકે શહેરમાં જલ શે નળ યોજના અંતર્ગત જી. યૂ.ડી.સી.દ્વારા ,અંકિતા કન્ટ્રક્શન પીવાના પાણીની પાઇપ લાઇન નવીન નાખવામાં આવી રહી છે તે દરમિયાન  જલારામ સોસાયટીના નાકે પીવાના પાણીની પાઇપ લાઇન તૂટી જવાના કરને મેન બજારમાં પાણી ભરાયું છે અને જ્યાંથી તૂટીછે તેનું કનેક્શન આજ રાતે થયી જશે

Related Articles
Show More

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!