
*હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે શ્રી દીપસિંહ રાઠોડ સાંસદ , સાબરકાંઠા – અરવલ્લી ની અધ્યક્ષતા હેઠળ વેસ્ટર્ન રેલવેના અમદાવાદ , અજમેર અને વડોદરા ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે એક ઉચ્ચ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.*
*જેમાં અમદાવાદ – હિંમતનગર – ઉદેપુરના તેમજ નડિયાદ – મોડાસાને જોડતી રેલવે લાઇનની વિવિધ કામગીરીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ જેમાં હિંમતનગર – અમદાવાદ ઇલેક્ટ્રિફિકેશન નું કાર્ય પૂર્ણ થયું છે ઉદેપુર – હિંમતનગર રેલવે લાઇનના ઇલેક્ટ્રિફિકેશન નું કામ ખુબ તીવ્ર ગતિથી ચાલુ જે અધિકારીઓના જણાવવા પ્રમાણે આગામી એપ્રિલ માસમાં પૂર્ણ થશે..*
*તેમજ હિંમતનગર થી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ રેલવે લાઇન પાથરવાની કામગીરી બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી જેમાં ઇડર તાલુકાના ખેડૂતો આગેવાનો પણ ઉપસ્થિત હતા તેમના ખેતરો માં આવવા – જવાના પ્રશ્નોનો આવશ્યક રીતે રેલવે વિભાગ કામગીરી કરવી તે બાબત માં ખેડૂતો દ્વારા સલાહ સૂચનો આપવામાં આવ્યા જેમાં ઔચિત્ય જણાતા રેલવેના અધિકારી ઓ ને જરૂરી સૂચના ને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા જણાવેલ…*
*રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત