
koખંભાત તાલુકાના ગુડેલ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર, શ્રી રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચિખોદરા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગુડેલ તથા ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રનિદાન અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેલ્થ સેન્ટરના સી.એચ.ઓ. જાગૃતિબેન ચૌહાણ અને તેમની ટીમ દ્વારા 95 લોકોના ડાયાબિટીસ, બી.પી.નું ચેકઅપ કરી દવા ગોળી આપવામાં આવી હતી. ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ભારતીબેન ચૌહાણ દ્વારા 50 લોકોને આંખોના ટીપાં, તાવ, ઉધરસ, ચામડીના રોગો, શરીરના દુ:ખાવાની દવાઓ આપવામાં આવી હતી. શ્રી રવિશંકર મહારાજ આંખની હૉસ્પિટલ ચિખોદરાના ડો.અલ્પેશ મેકવાન તથા તેમની ટીમ દ્વારા આંખોની ચેકઅપ કરવામાં આવી હતી જેમાં આંખોના નંબર, ફૂલા, વેલ, નાસુર, ઝામર તથા મોતિયાની તપાસ કરવામાં આવી હતી. પ્રસ્તુત તપાસમાં જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેમને હોસ્પિટલ ખાતે લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કુલ ૧૩૯ લાભાર્થીઓ ધરાવતા આ કેમ્પને સફળ બનાવવામાં દૂધ ડેરીના સેક્રેટરી નરેન્દ્રભાઇ ગોહિલ, આશાદીપનો સ્ટાફ, એમ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થીઓ તથા વંચિત વિકાસ સંગઠન બોરસદના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.