A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरे

અધિક્ષક શ્રી જે કે પટેલ ની ઉપસ્થિતિ માં મિટીંગ યોજાઈ હતી.

બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

 

સંતરામપુર તાલુકાના આવેલ ગોઠીબ ગામે સી.એચ.સી. સેન્ટર ખાતે અધિક્ષક શ્રી ની ઉપસ્થિતિ માં થયો હલ્લાબોલ

 

Related Articles

જેમાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે આવેલ સી.એચ.સી. સેન્ટર આવેલ છે. જે લાંબા સમયથી આ ભાડા પર ચાલે છે. અને આજરોજ ગોઠીબ ગામે રહેતા સી.એચ.સી. સેન્ટર ના માલિક દકક્ષેશ પટેલ ને ભાડા ચુક્વવામાં ન આવતા ત્રાસી કંટાળી જય લોક મારી દીધેલ હતા. જેમાં તેની જાણ સ્ટાફ ના કર્મચારીઓએ સંતરામપુર તાલુકા અધિક્ષક શ્રી જે કે પટેલ ને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતા.

અને ત્યા ભાડાના માલિક ની બધી રજુઆતો સાંભળી અને આશ્વાસન આપ્યું હતું કે થોડો સમય આપો જે નીકળતું બધું ભાડું ચૂકવી આપવામાં આવશે. અને બીજો પ્રશ્ન ન પણ ઉભો થયો હતો અને તેમાં ગામનાં ગામજનો એ 2 વ્યક્તિ ઓ અલગ અલગ એ સી.એચ.સી સેન્ટર ના ફરજ પરના ડોક્ટર ગીતાબેન તાવિયાડ ની ફરીયાદો કરી હતી. અને સાથે આ સેન્ટર ના ફરજ પરના ડોક્ટર ગીતાબેન પ્રત્યે ગામજનો તથા અમુક દર્દીઓ સાથે દુર વ્ય વ્યવ્હાર કરતા ભારે રોષ જોવા મળ્યો હતો. અને ગામજનો ની માંગ ઉઠવા પામી છે કે આ સેંટર પર અવાર નવાર આ ગીતાબેન તાવિયાડ ના કારણે ન જીવી બાબત હલ્લા બોલ થાય છે. જેથી લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ મેડમ ના કારણે જગડા ફસાડ થવા ના કારણે બદલી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અને ઉલ્લેખનીય એ છે કે આ બંને પ્રશ્નો લઇને અધિક્ષક શ્રી જે કે પટેલ ની ઉપસ્થિતિ માં મિટીંગ યોજાઈ હતી.

અને હાલમાં પણ એ જ સ્થિતી સર્જાયેલ છે. તો આ બાબતે જિલ્લાનું ઉચ્ચ વહીવટી તંત્ર અને સરકાર નું ઉચ્ચ વહીવટી તંત્ર તપાસ હાથ ઘરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ સમસ્યા હલ કરવામાં તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!