સતલાસણા / મહેસાણા, તા. ૨૧-૧૧-૨૦૨૬:
ગુજરાત પત્રકાર એકતા પરિષદ, મહેસાણા જિલ્લા દ્વારા આજ રોજ તા.
૨૧-૧૧-૨૦૨૬, શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે 'મહેસાણા જિલ્લા મહા અધિવેશન-૨૦૨૬', સ્નેહમિલન તથા આચાર્ય શ્રી પ્રહલાદભાઈ નાથુભાઈ ચૌધરીના વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિવિધ કાર્યક્રમ ન.રા.ટી.
જુથ ઉ.બુ. વિદ્યાલય ઉ.મા.
શાળા, નવા વાસ, રાજપુર (ગઢ), ખેરાલુ-અંબાજી હાઈવે, તા. સતલાસણા ખાતે યોજાશે.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ:
આ પ્રસંગે સંગઠનના પ્રદેશ અને જિલ્લા કક્ષાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને માર્ગદર્શન પૂરું પાડશે:
શ્રી લાભુભાઈ પી. કાત્રોડીયા (પ્રદેશ અધ્યક્ષ)
શ્રીમતિ સમિમબેન પટેલ (પ્રદેશ મહિલા અધ્યક્ષ)
શ્રી રાજુભાઈ પટેલ (ઝોન-૧૨ પ્રભારી)
શ્રી અર્જુનજી (અર્જુનસિંહ) ઠાકોર (મહેસાણા જિલ્લા પ્રમુખ)
કાર્યક્રમની મુખ્ય રૂપરેખા:
સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગીત ગાન સાથે કરવામાં આવશે.
ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગિક ઉદ્બોધન થશે. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ પ્રદેશ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.
અંતમાં, આચાર્ય શ્રી પ્રહલાદભાઈ નાથુભાઈ ચૌધરીનો વિદાય સમારંભ યોજાશે. તાલુકા પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિ:
આ મહા અધિવેશનમાં મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકા પ્રમુખશ્રીઓ પણ સહભાગી થશે, જેમાં શ્રી ચેતનભાઈ પટેલ (મહેસાણા), શ્રી રણજીતસિંહ જાડેજા (જોટાણા), શ્રી ખોડાભાઈ પટેલ (કડી), શ્રી મહેન્દ્રસિંહ સોલંકી (બેચરાજી), શ્રી હર્ષદસિંહ ઝાલા (ઊંઝા), શ્રી પ્રકાશભાઈ સોની (વિસનગર), શ્રી પ્રહલાદજી ઠાકોર (ખેરાલુ), શ્રી સહદેવસિંહ ચૌહાણ (સતલાસણા), શ્રી અરવિંદસિંહ ચાવડા (વિજાપુર) અને શ્રી રણજીતસિંહ ઠાકોર (વડનગર) નો સમાવેશ થાય છે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા કાર્યકારી આચાર્ય શ્રી સંજયભાઈ અમૃતભાઈ પટેલ અને શાળા પરિવારના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ 'Live 108 News Gujarat' પર કરવામાં આવશે
