
“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉંઘાડી લૂંટ હવે બંધ થશે. કારણ કે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ રેટનુ બોર્ડ મૂકવામાં આવ્યું છે. જેમાં ટુ-વ્હીલરથી બસ સુધીના વાહનોના 30 મિનિટથી 2 કલાકના પાર્કિંગ રેટ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ હવાઈ મુસાફરોને પિકઅપ-ડ્રોપ કરવા આવતા વાહનચાલકોને 12 મિનિટ ફ્રી પાર્કિંગની સુવિધા આપવાનુ જાહેર કરાયુ છે. પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ મામલે કેબ એસોસિએશન દ્વારા એરપોર્ટ પર ધરણા કરવામાં આવ્યા હતા. ઉપરાંત તાજેતરમાં લોકસભાના સાંસદની અધ્યક્ષતામાં એરપોર્ટની એડવાઈઝરી કમિટીની બેઠકમાં પણ આ બાબતે ગરમાગરમી થઈ હતી, જેથી હવે અહીં ડિજિટલ સ્કેનરથી કાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લોકો પાસે થી ખોટી રીતે ચાર્જ વસુલી નહિ શકે .”
♦હવે થી લોકો ને પાર્કિંગ ના ખોટા ચાર્જ વસૂલવા માં નહિ આવે અત્યાર સુધી પાર્કિંગ નો મનફાવે તેવો ભાવ લુંટાતા હતા હવે નક્કી કરેલ ભાવ થી વધારે ઉઘરાણા નહીં કરી શકે ….