A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

બ્રેકિંગ ન્યુઝ

પેટ્રોલ ડીઝલ બાબતે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહની સ્પીચ

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહે કહ્યું હતું કે દુનિયાભરમાં તણાવ અને ઘણી બધી જગ્યાએ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત એકમાત્ર દેશ છે જ્યાં પેટ્રોલ ડીઝલનાં ભાવ ઘટયા છે. તેમણે કહ્યું હતું કે, ‘પેટ્રોલ ડીઝલનાં ભાવ આંતરરાષ્ટ્રીય પ્રવર્તમાન ભાવનાં આધારે નક્કી થાય છે. આપણે 85% ક્રૂડ તેલની આયાત કરીએ છીએ. બેંગલુરુનું ઉદાહરણ લઈએ તો 2004 થી 2014માં કોંગ્રેસનાં શાસન દરમિયાન પેટ્રોલનાં ભાવ 84% વધ્યા હતા. અહીં ડીઝલમાં 111% વધારો થયો હતો. જ્યારે અમારા શાસનકાળમાં 2014થી 2024 દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ, રાતા સમુદ્રમાં તંગ સ્થિતિ, હુથી બળવાખોરો દ્વારા હુમલાઓ જેવી ઘણી બધી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ચાલતી હોવા છતાં પેટ્રોલનાં ભાવ 2% અને ડીઝલનાં ભાવ પણ અમુક ટકા ઘટયા છે. કારણ કે પ્રધાનમંત્રીશ્રી દ્વારા એક્સાઈઝ ડ્યુટી નવેમ્બર 2021 અને મે 2022 એમ બે વખત ઘટાડવામાં આવી. ભાજપ શાસિત રાજ્યોએ VATમાં પણ ઘટાડો કર્યો. અમે જરૂરી તમામ પગલાં લીધા છે.’

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!