
ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી. આર. પાટીલ ને મોદી સરકાર માં કેબિનેટ મંત્રી બનાવી જળશક્તિ જેવું મહત્વનું ખાતુ સોંપાયું હોય ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ માં આનંદની લાગણી છે. ત્યારે કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવેલા સી. આર. પાટીલ નું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયુ હતુ. સ્વાગતમાં ધારાસભ્યો, નગર સેવકો, મનપાનાં પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા. તેમજ એરપોર્ટ થી તેમના ઘર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં 500થી વધું ફોર વ્હીલ, સેકંડો ટુ વ્હીલર માં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.