
સુરત, સરથાણા સ્થિત ગઢપુર રોડ નજીક નવી બંધાતી ટી.એફ.સી. બિલ્ડિંગ ની બાંધકામ સાઈડ ઉપર કામ કરતી વખતે ત્રણ મજૂરો ઉપર માટી ધસી પડતાં એક મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે બે મજૂરને સામાન્ય ઈજા પહોંચી હતી. ફાયબ્રિગેડના જણાવ્યા મુજબ જે સી બી થી માટી ખસેડતા મોહંમદ જાકિર જાવેદ આલમ જહાંગીર ઉ. વ.25 મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અન્ય બે મજૂરોની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયત સામાન્ય હોવાની માહિતી મળી છે. ઘટનાને પગલે મનપા પણ અક્સનમાં આવી ગઈ હતી. મનપાના શહેરી વિકાસ વિભાગ દ્વારા ડેવલપર બ્રિજેશ કીકાણી તેમજ આર્કિટેક સાઈડ સુપરવાઇજર અને ટ્રકચર એન્જિનિયર નાં લાઇસન્સ પણ સ્થગિત કરવામાં આવ્યાં છે.