
નર્મદા નદીમાં ડૂબી ગયેલા ૭ પૈકી ૨ ના મૃતદેહ મળી આવ્યા : અન્યોની કરાઇ રહી છે શોધખોળ
નર્મદા જિલ્લાના પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા પડેલા મૂળ અમરેલીના અને હાલ સુરત રહેતા એક જ પરિવારના 9 સભ્યો નર્મદા નદીમાં ડૂબ્યા હતા. જેમાં બે સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જયારે અન્ય ૭ લોકોની NDRF, ફાયર ટીમ,તેમજ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. દરમ્યાન આજે સવારે પોઈચા નર્મદા નદીમાંથી 6 કિલોમીટર દૂર પુલ પાસેથી ડૂબેલા ૧૫ વર્ષીય ભાવેશ વલ્લભ ભાઈ હડીયા તેમજ ભાર્ગવ અશોક કટારિયા નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય સભ્યોને શોધવાની કામગીરી હજુ ચાલુ છે.