
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નુ આજે તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. તેનુ કારણ એવું છે કે તેમનાં ટેકેદારો એ એફિડેવટ કરી જણાવ્યુ હતું કે આમાં અમારી કોઈ સહી કરી નથી એવું કલેકટર ને આવેદન આપી એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતુ. આમ ટેકેદારો ફરી જતા તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે આમાં કઈક ગેમ રમાય રહી હોય તેવું લાગી રહ્યું છે. ટેકેદારો ગઈકાલ થી ગાયબ છે. તેમનો કોઈ જ પતો લાગી રહ્યો નથી. ટેકેદારો ને કોણ ક્યાં લય ગયું છે કે જાતે ગાયબ થઇ ગયા છે તે તો હજુ રહસ્ય જ છે.