
પાટણ: પદ્મનાભ મંદિર ના કોટને અડી વધી રહેલા ગેરકાયદેસર ના દબાણો દુર કરવા પાલિકાને લેખિત રજૂઆત કરાઈ..
પાલિકા એ દબાણો દુર કરવા હૈયાધારણા આપી..
પાટણ શહેરના પદ્મનાભ મંદિર ના કોટ ને અડી છેલ્લા કેટલાક સમયથી કેટલાક ઈસમો દ્રારા ગેરકાયદેસર ઝુંપડા બનાવી દબાણ કરતાં હોવાની બાબતને લઈને પદ્મનાભ મંદિર પરિસર ખાતે આવતાં દશૅનાર્થીઓ સહિત વિસ્તારના રહીશો દ્રારા પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું ધ્યાન દોરતા તેઓએ આ બાબતે પાટણ નગરપાલિકા ને લેખિતમાં રજુઆત કરી આ ગેરકાયદેસર ના દબાણો દુર કરવા જણાવ્યું હતું.પરંતુ પાલિકા દ્વારા આ દબાણો દુર કરવા માટે આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતા ગુરૂવારે પુનઃ આ દબાણો દુર થવાની જગ્યાએ દબાણો મા વધારો થતાં પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને અવગત કરતાં તેઓએ આ ગેરકાયદેસર ના દબાણો દુર કરવા બાબતે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને હૈયાધારણા આપી હોય પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ દબાણો દુર કરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરતાં તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માગ ઉઠવા પામી છે.