સુરત શહેર ના અડાજણ વિસ્તારમાં પાર્ક ઈન હોટલ ની સામે જાહેર રસ્તા પર ક્રિકેટ નો સટ્ટો રમાડતા બૂકી ને ઝડપી પાડયા અડાજણ પોલીસ કોન્સ્ટેબલ કિરપાલ ને બાતમી મળી હતી કે રમેશ પારસમલ જૈન ક્રિકેટની ઓનલાઈન લિંક દ્વારા સટ્ટો રમાડતા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી આ ઉપરાંત અન્ય એક સંદીપ જૈન ભાગી ગયો હતો જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે મોબાઈલ ફોન સાથે રોકડા પાંચ હજાર મળીને પચ્ચીસ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ઠેરઠેર IPL ઉપર સટ્ટો રમાય રહ્યો હોય તેથી પોલીસ સ્ટાફ પણ તેના ઉપર નજર રાખી રહી છે
1 Less than a minute


