
- *🔴 બેંકો સહિતની નાણાકીય સંસ્થાઓમાં KYC પ્રક્રિયામાં વ્યાપક ફેરફાર કરાશે*
પેટીએમ દ્વારા આડેધડ ખોલાયેલા ખાતા અને ચકાસણી વગરના જંગી વ્યવહારો બાદ આરબીઆઈ વધુ આક્રમક બની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા હવે બેંકોમાં તમામ પ્રકારના ખાતાઓમાં નો યોર કસ્ટમર (કેવાયસી)ના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી છે. બેંકો ઉપરાંત તમામ નાણાકીય સંસ્થાઓમાં રહેલા ખાતાઓના કેવાયસી ફરી એક વખત અપગ્રેડ કરવામાં આવશે. ખાસ કરીને એક જ ફોન નંબર પર રહેલા એકથી વધુ ખાતાઓ અથવા તો જોઈન્ટ એકાઉન્ટ માટે બેંકો વધારાની કેવાયસી પ્રક્રિયા કરશે અને ખાતેદાર પાસેથી તમામ ડોકયુમેન્ટ ફરી એક વખત મંગાવાશે. તેમજ આ પ્રક્રિયામ સામેલ ન થનારના બેંક ખાતા ફ્રીઝ કરી દેવા સહિતની કામગીરી કરવામાં આવશે ની માહિતી મળી છે.