A2Z सभी खबर सभी जिले की

“અમરેલી જિલ્લા અને સાવરકુંડલા તાલુકા ના ખેડૂતો એ ટેકા ના ભાવે મગફળી વેચાણ નું રજીસ્ટેશન રદ્દ થતા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ બોલાવી અગત્ય ની બેઠક”

સાવરકુંડલા -ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવનાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોના મોબાઈલ પર રજિસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવતા. તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઇ તેમજ તલાટી મંત્રી તાલુકા કચેરી એ બેઠક બોલાવી હતી અને જણવ્યું હતું કે
ખેડૂતોએ આખું વર્ષ મહેનત કરીને, બિયારણ, દવા અને ખાતરનો ખર્ચ કરીને પોતાનો પાક પકવ્યો છે. આવા સમયે સીસીઆઈ (CCI) દ્વારા રજિસ્ટ્રેશન રદ કરવાના મેસેજ મળતા તેઓ પોતાની મહેનત પાણીમાં ગઈ હોવાનું અનુભવી રહ્યા છે.
અમારા ગામના ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે સીસીઆઈ કેન્દ્રમાં મગફળી વેચાણ માટે કરવામાં આવેલ રજિસ્ટ્રેશન નામંજૂર કરવામાં આવ્યા છે. કારણ અપાયું છે કે સેટેલાઇટ ઇમેજમાં અમારી મગફળી દેખાતી નથી. વાસ્તવિકતા એ છે કે અમારા તાલુકા અને ગામમાં 90% મગફળીનું વાવેતર થયું છે. અમે સ્થળ તપાસની છૂટ આપીએ છીએ.’

પરંતુ પાક વાવેલો હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં મગફળી ન દેખાવાના કારણે ટેકનિકલ પ્રશ્ન ઉભો થયો છે. આવા કિસ્સામાં ખેડૂતોના ખેતરે જઈ તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકે જીપીએસ ફોટો પાડીને એના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે આવું કડક શબ્દોમાં બન્ને પ્રમુખે સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક ટેકા ના ભાવે ખેડૂત ની મગફળી નું વેચાણ થાય તેવી કાર્યવાહી કરવા જણાવેલ હતું ..
રીપોર્ટ – હાર્દિક ચંદારાણા જણાવેલ .

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!