A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ  17 વર્ષીય કિશોરીનું અપહરણ કરી સાણંદ લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું : આરોપીની ધરપકડ

પાટણ

17 વર્ષીય કિશોરીનું અપહરણ કરી સાણંદ લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું : આરોપીની ધરપકડ

પાટણ શહેરનાં શ્રમજીવી વસાહતમાં રહેતી 17 વર્ષીય સગીરાને સાણંદ ખાતે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સગીરાને પાટણ ‘બી’ ડિવીઝન પોલીસે તેનુ પગેરુ શોધીને ત્યાંથી તેને પાટણ ખાતે લાવી દીધી છે અને તેનાં અપહરણકર્તાને પણ પકડી પાડયો છે. આરોપી પ્રકાશજી બેબુજી ઠાકોરની ધરપકડ કરી હતી અને તેને પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રજુ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે સગીરાએ આરોપી સામે નોંધાવેલી ફરીયાદમાં આક્ષેપ કર્યો છે કે, સગીરાની માતા પાટણ ડીસા હાઇવે પરની હોટલમાં વાસણ ધોવા જતી ત્યારે સગીરા પણ તેની સાથે જતી હતી. આ હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતા પ્રકાશ સાથે પરિચય થતાં તેની સાથે પ્રમેસબંધ થતાં પ્રકાશે તેને ફોન અપાવ્યો હતો. જેથી બંને વાતો કરતા હતા.

Related Articles

દરમ્યાન પ્રકાશે પાટણમાં હોટલની નોકરી છોડી દઇને સાણંદ વિસ્તારમાં જવાનું કહીને તે ગયો હતો. બાદમાં સગીરા તા. 1-3- 24નાં રોજ ઘરેથી શાકભાજી લેવા બજારમાં જવાનું કહીને તે ઘરેથી નિકળીને સાણંદ જતાં તેને લેવા આવેલો પ્રકાશ સગીરાને તેના કોઈ સંબંધીનાં ઘરે લઈ જઈને રાખી હતી. સંબધીએ પ્રકાશને તેને તેનાં રહેવાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. તા. 5- 3-24નાં રોજ સગીરા સાણંદમાં ઘરે એકલી હતી ત્યારે પ્રકાશે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં પ્રકાશે સગીરાને તેનાં મા-બાપ તેને શોધતા હોવાથી સગીરાને ત્યાં જ રાખીને તે એકલો પાટણ આવવા નિકળ્યો હતો. પાટણથી પોલીસ સાણંદ જઇને સગીરાને શોધી પાટણ ખાતે લાવી હતી. સગીરાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!