
બ્રેકિંગ ન્યુઝ:-/દાહોદ
સંજેલી તાલુકામાં આવેલ હિરોલા રંગલી ઘાટી શ્રી. હનુમાન ટેકરી મંદિરના પટાંગણમાં ભીલ પંચ સમાજ ના ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા માટે તેમજ ડી જે અને દારૂ ને સદંતર બંધ કરવા હિરોલા ગ્રામપંચાયત માં સામેલ ગામોની આદિવાસી સમાજ ના લોકોની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માં આવેલ હિરોલા ગ્રામ પંચાયત માં આવતા ગામોનાં આદિવાસી સમાજ ના ભીલ પંચ સમાજ ની ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા માટે તેમજ ડી જે અને દારૂ સદંતર બંધ કરવા યોગ્ય ચર્ચા વિચારણા કરી સુધારો વધારો કરી નવિન લગ્ન બંધારણ મુજબ દહેજ પ્રથા નક્કી કરી લેવડ દેવડ રાખવા.
આજરોજ 24/2/2024 ના રોજ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ છે. તેમા માજી તાલુકા પ્રમુખશ્રી ભુપેન્દ્રસિંહભાઇ તૈમજ પારૂલ ભાઇ, દલજી ભાઇ કિશોરી, ગિરીશભાઈ, બાબુભાઈ, રાજુભાઇ સંગાડા, રમણભાઈ ભુડાભાઇ તૈમજ આદિજાતિ મોરચા પ્રમુખશ્રી અલ્કેશ ભાઇ તેમજ આજુબાજુના વિસ્તારના ગામજનો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો તેમજ ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ સભ્યો શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભીલ પંચ હિરોલા સમગ્ર ગ્રામજનો એ યોગ્ય ચર્ચા વિચારણા કરી સુધારો વધારો કરી નવિન લગ્ન બંધારણ નક્કી કરવામાં આવેલ છે.
દહેજ પેટે 151000
સોનું 3 તોલા
ચાદી 500 ગ્રામ
ભાજેડીયા ના વરપક્ષ ના 3000. કન્યા પક્ષ ના 2500
આદિવાસી સમાજ શિવાય બીજા સમાજમાં લગ્ન કરવા નહીં,
ડી. જે. સદંતર બંધ, ઢોલ શરણાઈ વાજિંત્રો વગાડવા, ભોજન દાળ ભાત અને કસાર અથવા બુંદી બનાવવાની,
જાન જરુર મુજ્બ વાહનો લાવવા, ફટાકડા ફોડવા નહીં, દારૂ લાવવો નહીં, પાધડી બંધ, મામેરૂ ભીલ પંચ સુચના મુજ્બ આણુ લેવા ઓછા માણસો એ જવું માંડવો સાદો બનાવવો કાપડુ પંચ નક્કી કરે તે મુજ્બ હિરોલા ગ્રામપંચાયત ના સમાવિષ્ટ ગામો માટે લગ્ન નવીન બંધારણ નક્કી કરવામાં આવેલ છે
રિપોર્ટર: વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત