ધારી તાલુકાના સમસ્ત અનુ. જાતિ સમાજ દ્વારા ગીગા ભમ્મર વિરૂધ્ધ ધારી પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું.
આ તકે ધારી તાલુકાના તમામ આગેવાનો, વડીલો, યુવામિત્રો, જાગૃત નાગરિકો હાજર રહ્યાં હતાં.

ધારી તાલુકાના સમસ્ત અનુ. જાતિ સમાજ દ્વારા ગીગા ભમ્મર વિરૂધ્ધ ધારી પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું.
આ તકે ધારી તાલુકાના તમામ આગેવાનો, વડીલો, યુવામિત્રો, જાગૃત નાગરિકો હાજર રહ્યાં હતાં.
આજ રોજ ધારી પોલીસ સ્ટેશન ખાતે અનુ. જાતિ સમુદાય દ્વારા લેખિતમાં પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું. અનુ. જાતિ સમાજ માટે અપમાન જનક, ગેર બંધારણીય શબ્દો બોલી સમગ્ર સમાજ નું અપમાન કરનાર ગીગા ભમ્મર વિરૂધ્ધ એટ્રોસીટી ઍક્ટ દાખલ કરી તેમજ લાગતા ગુન્હાઓ નોંધવા માંગ કરી રહ્યા છે.
ગત તા.૧૪/૦૨/૨૦૨૪ નાં રોજ તળાજા તાલુકાના નાના ધાણા ગામે શ્રી કૃષ્ણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તળાજા પ્રેરીત આહીર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતી આયોજીત આઠમાં સમુહ લગ્નમાં તળાજા તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીગા જીવાભાઈ ભમ્મર દ્વારા જાહેર મંચ પરથી જાણી બુજીને અનુ. જાતિ સમુદાયને અપમાનિત અને હડધુત કરવાના બંદ ઇરાદાથી સમગ્ર સમાજની લાગણી દુભાય તેવા બિન અંસદીય ગેરકાનુની અને ગેર બંધારણીય શબ્દો બોલી
એટ્રોસીટી એક્ટ મુજબનો ગુન્હો આવરેલ છે. તેમજ સામાજીક સમરસતા જોખમી, શાંતી, દેશદ્રોહી જેવી પ્રવુતિ કરી અલગ- અલગ સમાજ વિરૂધ્ધ ઉશ્કેરણી કરી છે. જે મુજબનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેનાથી અનુ. જાતિ સમાજને ખુબ જ માનહાનિ અને અપમાન જનક લાગી રહ્યું છે. જેથી આના સામે ધારા ધોરણ મુજબ ફરીયાદ નોંધી ગુન્હેગાર ને કડકમાં કડક સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવા અનુ. જાતિ ના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે.