A2Z सभी खबर सभी जिले कीUncategorized

અમરેલીના મોટા આસરાણા ગામે એસઓએસ સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ.

દુષ્કર્મ આચરનાર શિક્ષક આરોપી મોહિત જીંજાળાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો,

અમરેલીના મોટા આસરાણા ગામે એસઓએસ સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ….

દુષ્કર્મ આચરનાર શિક્ષક આરોપી મોહિત જીંજાળાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો,

અમરેલી જીલ્લામાં શિક્ષણ જગતમાં કલંકિત લાગડતો કિશશો સામે આવ્યો છે. અમરેલીના મોટા આસરાણા ગામ નજીક એસઓએસ(ધ સ્કૂલ ઓફ સાયન્સ) શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ હતું. ડુંગર પોલીસ સ્ટેશનમાં એસઓએસ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિરુધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હતી. આરોપી શિક્ષકે જ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાની ધટનાને લઇ સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ડુંગર પોલીસે આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શિક્ષકને એક ગુરુ તરીકે માનવામા આવે છે. પરંતુ આ એસ.ઓ.એસ શાળાના શિક્ષકે તો હદ વટાવી હતી. શિક્ષક હેવાન બન્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ હતું. ત્યારે ડુંગર પોલીસે આરોપી શિક્ષક મોહિત જીંજાળાને બોરડી ગામ મુકામેથી ગણતરીના કલાકોમા જ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જીલ્લામા દુષ્કર્મની ધટનાને લઇને શિક્ષણ જગતને ડાઘ લગાડતી ધટના બની હતી. આ કામગીરીમાં અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા એચ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ રાજુલા સીપીઆઇ પીઆઇ વે.એસ.પલાસ, ડુંગર પીએસઆઇ કે.જે. મૈયા, પો.કોન્સ વનરાજભાઇ ધાખડા, એ.એસ.આઇ અસરફભાઇ ચૌહાણ, પો.કોન્સ.રામભાઇ ભમ્મર, કનુભાઇ મોભ સહિત સ્ટાફ દ્વારા કામગીરી કરવામા આવેલ છે…..

 

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!