
“રાજ્યમાં વર્ષ 2024થી સ્માર્ટ મીટર યોજના લાગુ થયા બાદ ઠેર ઠેર એનો વિરોધ જોવા મળ્યો હતો અને બિલ વધુ આવતું હોવાની અનેક ફરિયાદો પણ વીજતંત્ર સમક્ષ લોકોએ ઠાલવી હતી. આમ છતાં PGVCL દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના 61 લાખમાંથી 2.53 લાખ ઘરો, પ્રિમાઇસિસમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યાં છે. “
“રાજકોટ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે દ્વારા સામેથી પોતાના એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવડાવ્યું છે. આ અંગે ડૉ. દર્શિતાબેન શાહેને પૂછવામાં આવ્યું કે તેમણે જણાવ્યું હતું કે હા મેં પીજીવીસીએલમાં સામેથી ફોન કરી અને સ્માર્ટ મીટર લગાવવા માટેનું કહ્યું હતું. જેથી આજે રેસકોર્સ રીંગરોડ ઉપર આવેલા મારા ધર્મ વિલા એપાર્ટમેન્ટમાં પીજીવીસીએલના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા હતા. તેમજ મારી તમામ પ્રતિનિધિઓ અને સામાન્ય લોકોને વિનંતી છે કે તેઓએ પણ સ્માર્ટ મીટર લગાવવું જોઈએ.”
“જ્યારે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએજણવ્યું કે કોમ્યુનિકેશન ડિવાઇસ અને રિમોટ ઓપરેશન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ એવા વીજ વપરાશના રીડિંગ માટે વપરાતું “સ્માર્ટ મીટર” નિવાસસ્થાને લગાવ્યું.આપ સૌ નાગરિકો પણ જાગૃતા દાખવી સ્માર્ટ મીટર” લગાવો અને સહકાર આપીને અન્ય લોકોને પણ પ્રેરિત કરવા જોઈ તેવું જણાવેલ .