
આજરોજ સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ તથા માનનીય શ્રી અતુલકુમાર સિંઘ સાહેબ IAS દ્વારા આંગણવાડી બાળકોની મુલાકાત કરવામાં આવી જેમા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્કેનિંગ કામગીરી અંગે શ્રી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટ સાથે મુખ્ય સેવિકા અને આંગણવાડી વર્કર બહેનોને જરૂરી માર્ગદર્શન તેમજ જરૂરી સૂચન આપવામાં આવ્યું
તેમજ ગાધકડા ગામે કબ્રસ્તાનમાં મનરેગા યોજના હેઠળ વૃક્ષારોપણ અંગેની કામગીરી અંગે સ્થળ મુલાકાત કરી તેમજ સાહેબના હસ્તે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી અને સરપંચ શ્રી તથા તલાટી મંત્રીશ્રીને યોજનાકિય તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટેની ચર્ચા કરી જરૂરી સુચન કરવામાં આવ્યું
અને આરોગ્ય વિભાગ સબ સેન્ટરની મુલાકાત કરી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તથા ડોક્ટર તથા આરોગ્ય વિભાગના તમામ સ્ટાફને જરૂરી માર્ગદર્શનને સૂચન આપવામાં આવ્યુંસરસ અને આવી … વિગત વાર માહિતી અમો ને ગામ ના લોકો દ્વારા અખંડ ભારત ન્યુઝ ના રીપોર્ટર હાર્દિક ચંદારાણા જણાવેલ હતી … આભાર ….