
સુરત, કોવીસિલ્ડ રસી મુદ્દે કંપની દ્વારા ઇંગ્લેન્ડની કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવતા સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના મહામારી સામે કરવામા આવેલા વેક્સીનેશન અભિયાન અંતર્ગત સુરત સહિત દેશભરમાં કરોડો ની સંખ્યામાં લોકોએ વેક્સિન મુકાવી હતી. સુરતમાં અંદાજે 38લાખ લોકોએ પ્રથમ ડોઝ, 35લાખ લોકોએ બન્ને ડોઝ લીધા હતા, જ્યારે 8લાખથી વધુ લોકોએ બૂસ્ટર ડોઝ પણ લીધા હતા. જોકે હવે વેક્સિન ને લીધે લોહીમાં ગાંઠો પડવાથી મોત થતાં હોવાના આક્ષેપો વચ્ચે કંપની દ્વારા સાઈડ ઈફેક્ટ ની વાતનો સ્વીકાર કરવામા આવ્યો છે ત્યારે સુરત શહેર અને સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુવકોના શંકાસ્પદ મોતને પગલે આ પ્રકારના આક્ષેપો ઉઠવા પામ્યા હતાં. સુરત શહેરઅનેજિલ્લામાં ઘણાસમયથીવીસથીચાલીસવર્ષનાયુવકોનાંશંકાસ્પદ મોતનીઘટનાઓછાશવારે નોંધાઈ રહીછે.