
સુરત લોકસભા ના ઉમેદવાર નિલેશ કૂંભાણી એ સુરત લોકસભાના ઓગણીસ લાખ મતદારો ના હકનો સોદો કરનાર ને ઓળખો અને જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો તેવા લખાણ લખેલા બેનર્સ મારી કોંગ્રેસ ના કાર્યકરો અને આપ ના કાર્યકરો રોષ ઠાલવી રહ્યા છે. વિસ્તૃત વિગતો મુજબ નીલેશ વાળી ઘટનાથી કોંગ્રેસની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા અને આપ ના કાર્યકર્તા ઓ દ્વારા નીલેશ ની વિરૂધ્ધ બેનર્સ લગાવી વિરોધ કરી રહ્યા છે. જ્યારે વરાછા વિસ્તારના આપ નાં નેતા દિનેશ કાછડીયા દ્વારા આ છે લોકતંત્ર નો હત્યારો – ગદ્દાર તેવા લખાણ સાથે બેનર્સ લગાવ્યા હતા. બીજી બાજુ નીલેશ લાપતા હોય અને તેમના પત્નિ ઘરે પરત આવી ગયા છે. તો નિલેશ ના પત્નિ એટલા બિન્દાસ્ત કેમ છે. તેઓ પોલીસ સ્ટેશન મા નીલેશ ગાયબ છે તેવી ફરિયાદ કેમ નથી નોંધાવી રહ્યા તે પણ એક પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે.