
જામનગર નજીક જોડિયા તાલુકા મથકને જોડતા સચાણા ગામ પાસે કાર અને ટ્રક ટેલર વચ્ચે અકસ્મા સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવાનો પૈકી ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.
કારના પતરા કાપી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સચાણા તરફ જવાના માર્ગે સાંજના સમયે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ટ્રેલરના ચાલકે સામેથી આવી રહેલી કારને ટક્કર મારી હતી.પરિણામે કારનું પડીકું વળી ગયું હતું. 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે જેસીબીની મદદથી ટ્રકને બહાર ખેંચ્યા પછી કારના પતરા કાપી અંદરથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.