
રાંદેર વિસ્તાર માં વિદેશી સિગારેટ વેચનારા બે આરોપીઓની એસ ઓ જી એ ધરપકડ કરી છે. અને સપ્લાય કરનાર ની પણ ધરપકડ કરવામાં આવી છે.SOG ની ટીમે કુલ બે લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે.SOG ની ટીમે બાતમીના આધારે પાલનપુર પાટિયા પાસે ગણેશ મંદિરની સામે જય ભોલે પાન હાઉસ નામની દુકાનમાં રેડ પાડી આરોપી સુભાષ લાલચંદ અમારનાણી ઉ. વ.46ને ઝડપી પાડયો હતો. તેની દુકાનમાંથી વિદેશી હેલ્થ વોર્નીંગ વગરની અલગ અલગ કંપની ની સિગારેટના 650 પેકેટ મળી આવ્યા હતા. જની કિમત 1.40 લાખ જેટલી થાય છે. આ સિવાય એસ ઓ જી ને પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની ની બિલ્ડિંગ નંબર 63, ઘર નં.517માં રેડ પાડી આરોપી મુલચંદ તુલસીરામ નારવાણી ઉ. વ.42 ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી અલગ અલગ કંપની ની 350 સિગારેટ ના પેકેટ મળી કૂલ 70 હજાર નો માલ કબ્જે લીધો હતો. આ બન્ને આરોપીઓને મુંબઈથી સિગારેટ લાવીને સપ્લાય કરનાર ઉસ્માન ફારૂક ચાંદિવાલા ઉ. વ.43 ને પણ પકડી પાડવામાં આવ્યો હતો.