આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫” અંતર્ગત પોસ્ટકાર્ડ કેમ્પેન હેઠળ જિલ્લામાં આવેલ સહકારી સંસ્થાઓના સભાસદો મારફતે માન.પ્રધાનમંત્રીશ્રીને સરકારશ્રીની વિવિધ પહેલો, યોજનાઓ અંતર્ગત શુભ સંદેશ પાઠવવા શરૂ કરવામાં આવેલ પોસ્ટ કાર્ડ કેમ્પેઈન અંતર્ગત ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપ બેંક લી, વડોદરા સંયોજીત છોટાઉદેપુર જીલ્લાની કુલ ૨૧૧ વિ.કા.સહકારી મંડળીઓ, બજાર સમિતીઓ તથા જિલ્લાની અન્ય સહકારી મંડળીઓના સભાસદો કુલ- ૯૭૫૦૦ પોસ્ટ કાર્ડ લખશે. ધી વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “બરોડા ડેરી” વડોદરા સંયોજીત કુલ ૪૪૩ પ્રાથમીક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભાસદો દ્વારા કુલ ૧૮૫૦૦૦ પોસ્ટકાર્ડ લખવામા આવનાર છે. જે પૈકી આજદિન સુધી કુલ – ૭૪૭૫૦ પોસ્ટકાર્ડ લખાઈ ગયેલ છે. આમ, છોટાઉદેપુર જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા કુલ ૨,૮૨,૫૦૦ પોસ્ટકાર્ડ લખવાના ચાલુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરીને “સહકાર થી સમૃદ્ધિ” પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો- પશુપાલકોના હિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવ્યું છે. એની સાથે જી.એસ.ટી. ઘટાડા અમલીકરણ તથા સ્વદેશી અભિયાનને વેગ મળ્યો છે.