A2Z सभी खबर सभी जिले की

“રાજકોટ માં લોકમેળા નો પ્રારંભ પણ રાઇડ્સ બંધ મુલાકાતી ઓ એ કહીંયુ મેળા ની મજ્જા રાઇડ્સ વગર અધુરી.. વરસાદ માં લોકોએ હાથમાં છત્રી લઇ મેળાની મજા માણી હતી”


 “રાઇડ્સ વગર પોતાના નેચરલ મુડ માં બન્ને ભાઈ મેળા ની મજ્જા માણતા જોવા મળ્યા “

“સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો હજુ પણ વિવાદના વંટોળમાં ફસાયેલો છે. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ભાનુબેન બાબરીયા દ્વારા રીબીન કાપી દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે, પરંતુ 34 પૈકી એક પણ રાઇડ્સ શરૂ ન થતા યાંત્રિક રાઇડ્સ વગરનો મેળો ચકડોળે ચડ્યો છે.”

“લોકો માટે હજુ પણ રાઈડ બંધ રહેતા મેળાની મુલાકાતે આવેલા લોકોમાં નિરાશા જોવા મળી હતી.”

Related Articles

“‘મેળાની મજા રાઇડ્સ વગર અધૂરી છે’
રાજકોટ થી પ્રણવકુમાર શીંગાળા દ્વારા અખંડભારત ન્યુઝ  સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખાસ રાઇડ્સમાં બેસવા માટે જ તે મેળામાં આવતા હોય છે. આ વખતે મેળામાં આવતા સમયે રાઇડ્સ ચાલુ હશે તેવું વિચાર્યું હતું, પરંતુ રાઇડ્સ બંધ હોવાથી થોડી નિરાશા અનુભવી હતી. તંત્રને પણ અપીલ કરી હતી કે, જેટલું બને તેટલું જલ્દી મેળામાં રાઇડ્સ શરૂ કરી દેવામાં આવે તો લોકો મેળાની સાચી મજા માણી શકે કારણ કે મેળાની મજા રાઇડ્સ વગર અધૂરી છે.”


આપ જોઈ શકો છો લોકો જુદી -જુદી વસ્તુ ના સ્ટોલ માં વસ્તુ જોતા અને ખરીદી કરતા નજરે પડી રહિયા છે. “વરસાદ  ચાલુ હતો છતાં લોકોએ હાથમાં છત્રી લઇ મેળાની મજા માણી હતી…”
ઉલ્લેખનીય છે કે, રાજકોટના લોકમેળામાં આ વર્ષે કુલ 34 યાંત્રિક રાઇડ્સ ઉપરાંત, ખાણીપીણીના 69 સ્ટોલ, રમકડાના 110 સ્ટોલ, નાની ચકરડી 18 અને મધ્યમ ચકરડી 3 સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5 વાગ્યાથી મેળાને ખુલો મુકવામાં આવતાની સાથે જ સાંજના 5થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં અંદાજે 20,000થી વધારે લોકો મેળાની મજા માણવા આવી પહોંચ્યા હતા. જ્યારે 7 વાગ્યા આસપાસ ઝરમર વરસાદ વરસતા લોકોએ હાથમાં છત્રી લઇ મેળાની મજા માણી હતી.”

“લોકમેળાનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરાવામાં આવ્યું”
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટના લોકમેળાનો વિધિવત રીતે ઉદ્ઘાટન કરી શુભારંભ કરાવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતભરમાંથી લોકો આ મેળામાં આવતા હોય છે ત્યારે આ મેળા મજા વધુને વધુ લોકો માણે તેવી હું અપીલ કરું છું. પોતે રાઇડ્સ બેસી અને આજે મેળાની મજા માણી હતી સાથે નાનપણની યાદ તાજી કરી હતી, કારણ કે હવે તેઓ સામાન્ય માણસની જેમ નાનપણની માફક મેળાની મજા માણી શકતા નથી પણ આજે ફજજતમાં બેસી નાનપણી યાદ તાજી કરી તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.”

અહેવાલ – હાર્દિક ચંદારાણા રાજકોટ થી જણાવેલ હતો.

Back to top button
error: Content is protected !!