A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ રાધનપુર રાધનપુર શહેરના બિસ્માર માર્ગો સુધારવાના બદલે બિલ્ડરોને ફાયદો કરવા રોડ બનાવી નાખતા તર્ક વિતર્કો સર્જાયા

પાટણ રાધનપુર

રાધનપુર શહેરના બિસ્માર માર્ગો સુધારવાના બદલે બિલ્ડરોને ફાયદો કરવા રોડ બનાવી નાખતા તર્ક વિતર્કો સર્જાયા

લોકો અને વાહનોની અવરજવર થતા મુખ્ય માર્ગો ઉબડ-ખાબડ છે.જ્યારે રાધનપુર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વગડામાં રોડ બનાવી દેતા અનેક વિતર્કો

શહેર થી દુર વગડામાં બનાવેલ રોડ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા લોક માંગ ઉઠી

Related Articles

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં પ્રવેશવાના અને મુખ્ય બજારમાં તમામ માર્ગો ઉબડ ખાબડ બની ગયા છે. શહેરમાં મુખ્ય માર્ગો ઉપર પણ મસમોટા ખાડાઓ જોવા મળે છે. આ માર્ગો પરથી પસાર થવામાં વાહનચાલકો અને લોકોને ભારે પરેશાની અને મુશ્કેલી ભોગવી પડે છે.ત્યારે બિલ્ડરોને ફાયદો કરાવવા નગર પાલિકાના અધિકારીઓ દ્વારા શહેરથી દુર આરસીસી રોડ બનાવેલો છે. જેને લઈને નગર પાલિકાના જવાબદાર અધિકારી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અને શહેરમાં હાલ તર્ક વિતર્કો સર્જાયા છે.

પાટણ નાં રાધનપુર ખાતે રાધનપુર-મહેસાણા હાઈવેને અડીને આવેલ તાલુકા લાયબ્રેરીની બાજુમાં નગર પાલિકા દ્વારા નવીન આરસીસી રોડ બનાવ્યો છે. આ વિસ્તારમાં કોઈજ રહેણાંક મકાન ન હોવા છતાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવીન આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. તો કોમ્યુનિટી હોલની પાછળના ભાગમાં વન વગડો હોવા છતાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવા લાખ્ખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યારે મુખ્ય શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં અને ઉબડખાબડ બની જવા પામ્યા છે. જેને લઈને મુખ્ય માર્ગો પરથી પસાર થવામાં વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે.નાના મોટા અકસ્માત ની ભિતી સેવાઈ રહી છે.છતાં હાઇવેથી પટણી દરવાજા, લાટી બજાર, શાંતિ ધામથી બ્રાન્ચ શાળા નંબર ત્રણ સુધીના શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો બિસમાર બની ગયેલા છે ત્યાં કોઈજ કામગીરી કરવામાં આવતી નથી. આ મુખ્ય માર્ગોને રીપેરીંગ કરવાને બદલે પાલિકા દ્વારા ખોટી રીતે નાણાનો ખર્ચ કરી બિલ્ડરોને ફાયદો પહોંચે તેવા હેતુથી વન વગડામાં આરસીસી રોડ બનાવ્યો હોવાના પાલિકાના અધિકારીઓ સામે શહેરીજનો આક્ષેપો કરી રહ્યા છે. જેને લઇને શહેરીજનોની સગવડ માટે સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટનો પાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા દુરુપયોગ કર્યો હોવાના પણ આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે. 

નગર પાલિકા દ્વારા રાધનપુર શહેરથી દૂર વગડામાં બનાવેલ આરસીસી રોડ બાબતે ઉચ્ચકક્ષાએ તપાસ કરવામાં આવે તેવી શહેરીજનો ની માંગ ઉઠી છે. નગરપાલિકા દ્વારા બનાવેલ નવીન સીસી રોડનો આમ શહેરીજનો માટે કોઈજ ફાયદો નથી અને આ માર્ગ બિન ઉપયોગી હોવાને કારણે તેના પર રેતના ઠર પણ જામી ગયેલા રૂબરૂ જોવા મળ્યા હતા.ત્યારે બનાવેલ આ રોડ ને લઇને હાલ રાધનપુર શહેરમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!