
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુર નગરમાં દાવતે ઈસ્લામી ઇન્ડિયા દ્વારા મદ્રાસા એ હનફિયા હોલ ખાતે મુસ્લિમ વેપારીઓ નો એક વર્ગ બોલાવામાં આવ્યો.
મહંમદ સલીમ અશરફી અત્તારી ના જણાવ્યાં પ્રમાણે સંતરામપુર નગરમાં દાવતે ઈસ્લામી ઇન્ડિયા દ્વારા મદ્રાસા એ હનફિયા હોલ ખાતે મુસ્લિમ વેપારીઓ નો એક વર્ગ બોલાવામાં આવ્યો હતો. જેમાં આ પોગ્રામ 21 ફેબ્રુઆરી 2024 ને બુધવાર ના રાતે આશરે 09 કલાકે રાખવામાં આવ્યો હતો. તેમાં આ પોગ્રામ માં મુખ્ય મહેમાન તરીકે દાવતે ઈસ્લામી ઇન્ડિયા ના મુબ્લ્લીગ હાજર રહ્યા હતા.
અને તેમના દ્વારા પ્રવચન આપી જણાવ્યું હતું કે આગળ ગણતરી ના દિવસોમાં રમજાન માસ આવી રહેલ છે.અને તેમાં કેવી રીતે ઇબાદત કરવી અને સાથે કેવી રીતે વ્યાપાર કરવો અને નમાજની પાબંદી કરવી તથા બીજા ગણા-બધા દિનીકામ કરવા તથા તમામ ગરીબો ને જેટલું આપણા બધાથી બને તેટલું દાન આપવું અને અપાવું મહત્વ સમજાવ્યું હતું.
સાથે સમાજ માં ચાલી રહેલ દિન પ્રતિદિન દારૂ, જુગાર, વ્યસન, તથા વ્યાજ જેવી દુષણો થી કઈ રીતે બચવું અને બચાવું તેના વિશે પણ વિસ્તૃત માર્ગ દર્શન આપી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ અંતે આ પોગ્રામ ને દુવા, સલાતો સલામ પઢી પૂર્ણ કરવામાં આવ્યો હતો.
જેમાં આ પોગ્રામ માં દાવતે ઈસ્લામી ઇન્ડિયા ના મુબ્લ્લિગ તથા સંતરામપુર નગરના જુમ્મા મસ્જિદ ના પેશ ઈમામ ફઈમ રજા તથા સંતરામપુર નગરના મુસ્લિમ ઘાંચી સમાજ ના પ્રમુખ હાજી અસ્ફાકભાઈ ભુરા ને સલામ ભાઈ ગટલી તથા સંતરામપુર મુસ્લિમ સમાજ ના વેપારીઓ તથા વગેરે મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.