
પાટણની સાગોટાની શેરીના રહીશોએ પોલીસ સ્ટેશને આવેદન પત્ર પાઠવ્યું
પાટણ શહેરના કેટલાક વિસ્તારમાં ચોક્કસ સમુદાયના લોકો દ્વારા મકાનની ખરીદી કરી સામ્રાજય સ્થાપવાની પેરવી થતી હોવાની સ્થાનિક લોકોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે અને આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માગ કરવામાં આવી છે. પાટણ શહેરના રહીશોએ આજે એ ડિવિઝન ખાતે પહોંચી રજૂઆત કરી હતી.પાટણ શહેરની સાગોટા ની શેરીમાં રહેતા લોકોએ પાટણ એ ડિવિઝન પોલીસ સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે,અમારા આ મહોલ્લામાં પ્રજાપતિ, ઠાકોર, દરજી, મોદી સમાજ સહિતના પરિવારપજનો વસવાટ કરતા હતા.પરંતુ સમય જતાં કેટલાક સમાજના લોકો મહોલ્લો છોડી સોસાયટી વિસ્તારમાં રહેવા જતાં આ પરિવારજનો દ્વારા પોતાના મકાનો ચોક્કસ સમુદાયના લોકોને વેચવાનું શરૂ કર્યું હતુંત. જેના કારણે અમારા વિસ્તારમાં ચોક્કસ સમુદાયના 30 ટકા જેટલા મકાનો થઈ ગયા છે. જે લોકો મકાન ખરીદી રહ્યા છે તેઓની ખાણીપીણી અને રહેણીકરણી અલગ હોય અહીંના પરિવારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ વિસ્તારમાં વર્ષોથી રહેતા પરિવારો તેમના મકાન સસ્તામાં વેચી નાખે તે માટે મજબૂર કરાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમસ્યા વધુ ઘેરી ન બને તે માટે આ વિસ્તારમાં અશાંતધારાનો અમલ કરવામાં આવે.
સાગોટા ની શેરીમાં રહેતા હિન્દુ પરિવારો દ્વારા પાટણ એ ડિવિઝન પોલીસ મથકે કરાયેલી લેખિત રજૂઆતના પગલે ફરજ પરના પીએસઆઇ પરમારે જણાવ્યું હતું કે અશાંત ધારો લાગુ કરવા પોલીસ દ્વારા આજથી છ માસ અગાઉ રિપોર્ટ કરવામાં આવ્યો છે જ્યારે હાલમાં રહીશો દ્વારા મોહલ્લામાં હિન્દુ પરિવાર દ્વારા વિધર્મીને મકાન વેચવા બાબતે અટકાવવા કરેલી રજૂઆતને લઈ ઉપરોક્ત હિન્દુ પરિવારના સભ્યોને પોલીસ મથકે બોલાવી તેનો જવાબ લઈ આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.