A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

ટેમ્પોની અડફેટે આવી જતા 15વર્ષીય તરૂણનું મોત

ડ્રાઈવરે બેદરકારીથી ટેમ્પો હંકારતા બનાવ બનવા પામ્યો

સુરત શહેર નાં સરથાણા વિસ્તારમાં એક ટેમ્પો ચાલકે બેદરકારીથી ટેમ્પો ચલાવી ને ઝેરોક્ષ કરાવવા માટે બાઈક પર જતા તરૂણને અડફેટે લેતાં 15 વર્ષીય તરૂણનું મોત નિપજ્યું હતું. ગીર ગઢડા તાલુકાના ઉગલા ગામનાં વતની મનીષ વિક્રમભાઈ પરમાર હાલ પુણા ગામમાં કારગીલ ચોક પાસે રૂક્ષ્મણી સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય દીકરો ધાર્મિક ને મહત્વના ડોક્યુમેન્ટ ઝેરોક્ષ કરાવવાના હોવાથી બુધવારે સાંજે બાઈક પર ઝેરોક્ષ કરાવવા નીકળ્યો હતો. ધાર્મિક ડી માર્ટની પાછળ સાવલિયા સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે આઇશર ટેમ્પોના ચાલકે પુરઝડપે અને બેદરકારી થી ટેમ્પો ચલાવી ને ધાર્મિક ની ગાડીને અડફેટે લેતાં ધાર્મિક ને ગંભીર રીતે ઈજા થઈ હતી. ગંભીર ઈજા ને કારણે ધાર્મિક નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સરથાણા પોલિસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Check Also
Close
Back to top button
error: Content is protected !!