
એસિડ ગટ ગટાવનાર માસુમને સિધ્ધપુર સિવિલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાટણ ધારપુર હોસ્પિટલમાં ખસેડયો…
સિધ્ધપુર પોલીસે ફરિયાદ નોધી તપાસનાં ચક્રો ગતિમાન કયૉ: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 15 વર્ષીય બાળકે જાહેર મા એસિડ ગટગટાવી આત્મહત્યા ની કોશિશ કરતાં માગૅ પરથી પસાર થતાં લોકો એ બાળક પાસેથી એસિડની બોટલ પડાવી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સિધ્ધપુર શહેરના ઝાંપલીપોળ વિસ્તારના ભર બજારમાં ગતરોજ સાંજના સુમારે એક 15 વર્ષીય બાળકે બોટલમાં રહેલ એસિડ ગટગટાવી આત્મહત્યાની કરી કોશિશ કરતાં અને જાહેરમાં બાળકને એસિડ પીતો જોઈ માગૅ પરથી પસાર થતાં લોકોએ તેને રોકવાની કોશિશ કરી બાળક પાસેથી એસિડની બોટલ છીનવી લઈ તેને તોડી નાખી હતી તો બાળકે ફરીથી બીજી બોટલ લાવી એસિડ ગટ ગણાવતા તે બાળકને તાત્કાલિક સારવાર માટે સિદ્ધપુરની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
આ બનાવ મામલે સિધ્ધપુર પોલીસ ને જાણ થતાં સિધ્ધપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી બાળકની તપાસ કરતાં બાળકનું નામ કનુ અશોકભાઈ પટ્ટણી, ઉ.વ.15, રહે.પાર્વતીપુરા, ચાટાવાડા રોડ,સિધ્ધપુર હોવાનું જાણવા મળ્યું છે જોકે બાળકે કયાં કારણોસર જાહેર મા એસિડ ગટગટાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો તે જાણી શકાયું નથી. જોકે આ મામલે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.