
સુરત, શહેરમાં વધતી જતી ગરમીને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તાવ, ચક્કર આવવા તેમજ ઝાડા ઊલટી નાં દર્દીઓમાં વધારો થવા લાગ્યો છે. જોકે આવા દર્દીઓમાં ગંભીર દર્દીની સંખ્યા અત્યાર સુધી જોવા મળી નથી. પરંતુ ઓપીડી સારવારમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની સાવચેતી તેમજ સલામતી માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હિટવેવને લઈને અલગથી વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.10 બેડ તેમજ 1વેન્ટિલેટર ની સુવિધા સાથે સિવિલની જૂની બિલ્ડિંગમાં વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.