
સુરત લોકસભાના ઉમેદવાર ભાજપ ના મુકેશ દલાલ બિનહરીફ જાહેર કરાયા છે. એટલેકે ચૂંટણી વગર જ તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ના નિલેશ કુંભાંણી નુ ફોર્મ રદ થયું હતુ. ત્યાર બાદ બાકી રહેલા તેમનાં ડમી ઉમેદવાર નું પણ ફોર્મ રદ થતાં અને બીજા આઠ ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતા મુકેશ દલાલ ને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સુરત લોકસભામાં આજ સુધી મા એવો કિસ્સો પહેલી વાર બન્યો છે.