પાટણની કોર્ટે ચેક રિટર્નનાં અલગ અલગ પાંચકેસોમાં પાંચને એક એક વર્ષની સજા ફટકારીકેસોમાં પાંચને એક એક વર્ષની સજા ફટકારી
પાટણ અલગ અલગ કોર્ટોએ ચેક રિર્ટનનાં અલગ અલગ પાંચ કેસોમાં પાંચ આરોપીઓને એક એક વર્ષની

પાટણની કોર્ટે ચેક રિટર્નનાં અલગ અલગ
પાંચકેસોમાં પાંચને એક એક વર્ષની સજા ફટકારીકેસોમાં પાંચને એક એક વર્ષની સજા ફટકારી
પાટણ અલગ અલગ કોર્ટોએ ચેક રિર્ટનનાં અલગ અલગ પાંચ કેસોમાં પાંચ આરોપીઓને એક એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ કરતાં દોઢા કે બમણી રકમનાં વળતર જે તે ફરીયાદીઓને ચૂકવવા તથા મોટાભાગનાં આરોપીઓ સજા સંભળાવતી વખતે કોર્ટમાં ગેરહાજર રહેતા તેઓને વધુ બે માસની સજા તથા તેઓને જેલમાં મોકલવા માટેનાં એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરી તેની બજવણી માટે પાટણનાં ડી.એસ.પી.ને મોકલવાનો આદેશ કર્યો છે.
પાટણનાં રાજપુર ગામનાં ચેનાજી ઠાકોર પાસેથી મકાન બાંધકામ માટે રૂા.1.63.500ની રકમ હાથ ઉછીની લેનારા ગામનાં જ અરવિંદભાઈ પ્રજાપતિએ લેણા પેટે આપેલો ચેક પૂરતા બેલેન્સનાં અભાવે પાછો ફરતાં ફરીયાદી ચેનાજીએ પોતાનાં વકીલ બી.બી. ઠાકોરે મારફત નોટીસ આપી હતી ને બાદમાં કેસ દાખલ કરતાં પાટણનાં મેજિસ્ટ્રેટ એસ.એસ.જાની બંને પક્ષોની રજુઆતો સાંભળી આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂા. 2,45,250નું વળતર ફરીયાદી ચૂકવવાનો આદેશ કરી તેની સામે એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવા આદેશ કર્યો હતો. ઓ કસનાં આરોપી પાટણ કોર્ટમાં હાજર થતાં તથા તેમને સજા ભોગવવા માટે જેલમાં મોકલ્યા હતા.
આ ઉપરાંત પાટણની પંજાબ નેશનલ બેંકમાંથી વ્હિકલ લોન લેનાર સુનિલ પટ્ટણી રે. પાટણવાળાએ બેંક ઉઘરાણી કરતાં તેમણે આપેલો રૂા.1,39,728નો ચેક પરત ફરતાં તે અંગે ફરીયાદી બેંકનાં અધિકારી માશરૂભાઈ ચૌધરીએ પોતાનાં વકીલ મેહુલ શાહ મારફતે નોંધાવેલી ફરીયાદનો કેસ ચાલી જતાં જજ એસ.એસ. જાનીએ તેને એક વર્ષથી સાદી કેદ અને રૂા. 2,09892 નું વળતર ચૂકવવા અને એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવા આદેશ કર્યો હતો.
આ ઉપરાંત હાલમાં પાટણમાં રહેતા અને મૂળ શંખેશ્વરનાં મોટી ચંદુર ગામનાં દિનેશભાઈ રથવી પાસેથી રીક્ષાચાલક વીસાભાઈ કાગસીયા રે. પાટણવાળાએ દિકરાનનાં લગ્ન માટે રૂા. 60,000હાથ ઉછીના લીધેલા જેનો આપેલો ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં જમા કરાવતાં તે પાછો ફરતાં ફરીયાદીએ પોતાનાં વકીલ આઈ.આર. ભડ્ડી મારફત નોટીસ આપી કેસ દાખલ કરતાં મેજિસ્ટ્રેટ બંને પક્ષોની રજુઆતો સાંભળી તેને પણ એક વર્ષની સાદી કેદ અને રૂા. 90,000નું વળતર ફરીયાદીને ચૂકવવા તથા સજા સંભળાવતી વખતે તેની ગેરહાજરીનાં કારણે વધુ બે માસની સજા ફટકારી હતી.
આ ઉપરાંત ગાડીની લેવેચ કરતાં પાટણનાં ચિરાગ ગોરધનભાઈ પટેલ પાસેથી પાટણમાં પશુદવાઓનો વેપાર કરતાં શૈલેષભાઇ પટેલે પોતાને ગાડીની જરૂર હોવાથી તેમની તે અંગેની મુલાકાતો દરમ્યાન મિત્રતા બંધાતા શૈલેષ પટેલ પાસેથી રૂા. 8 લાખની રકમ 2019માં આપી હતી ને તે પરત આપવાનો વાયદો કર્યો હતો.
જે સંદર્ભે શૈલેષ પટેલે રૂા. 8 લાખનો ચેક ફરીયાદીને આપતાં તે બેંકમાં ભરતાં પૂરતા બેલેન્સ અભાવે પરત ફરતાં ફરીયાદીએ પોતાનાં એડવોકેટ સચીન પી. નિમાવત મારફત નોટીસ આપીને પાટણની કોર્ટમાં ફરીયાદ નોધાવતાં પાટણનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીએ બંને પક્ષોની રજુઆતો સાંભળીને શૈલેષ પટેલને એક વર્ષની સાદી કેદ અને રૂા. 8 લાખનો દંડ ચૂકવવા અને આ દંડની રકમ 30 દિવસમાં જમા કરાવવા તથા દંડ જમા આવે તો તેમાંથી રૂા. 8 લાખ ફરીયાદીને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.