A2Z सभी खबर सभी जिले कीअमरेलीगुजरातदाहोदमहुवा

વલ્લભીપુર હાઇવે પર અકસ્માત વલભીપુરના યુવાન શિક્ષકનું કરુણ મૃત્યુ


વલભીપુર ભાવનગર હાઇવે પર અકસ્માતમાં વલભીપુરના યુવાન શિક્ષકનું અજાણ્યા વાહને હડફેટે લેતા સ્થળપર કરૂણ મૃત્યુ નિપજયુ જયારે એકને ગંભિર હાલતે સારવાર અર્થે ખસેડાયા છે.
— અકસ્માત સર્જાનાર વાહન ચાલક વાહન સાથે ફરાર થઇ ગયો છે.

વલભીપુર ભાવનગર હાઇવે પર આજરોજ બપોરના સમયે એક અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલ ઉપર વલભીપુર થી ભાવનગર તરફ જઇ રહેલા બે શિક્ષકોને સાંકડા પુલ પર બેફામ રીતે વાહન ચલાવી મોટર સાયકલને ટલ્લો મારી દેતા સર્જાયેલ અકસ્માતમાં બે યુવાન શિક્ષકોમાંથી એક શિક્ષકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે જયારે બીજાને ગંભિર ઈજાઓ થતા ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.


ઘટનાની મળતી માહિતી મુજબ વલભીપુર ખાતે બ્રાંચ પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિપકભાઇ જયપાલ અને કલ્પેશભાઇ પ્રજાપતિ બન્ને શિક્ષકો આજ શનિવાર હોય તેથી શાળાનો સમય સવારનો અને અડધો દિવસ હોવાથી બપોર બાદ ભાવનગર તરફ જવા માટે આ બન્નેજણ મોટર સાયકલ લઇને નીકળેલા તેવામાં રાઘવ પેટ્રોલ પંપ પાસે આવેલ સાંકડા નાળા ઉપર બપોરના આશરે પોણા ચાર વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટલ્લો મારતા મોટર સાયકલ પલ્ટી મારી ગઇ હતી
આ કારણે મોટર સાયકલ ચલાવતા દિપકભાઇ જયપાલ ને માથામાં ગંભિર ઇજાઓ પહોંચતા તેનુ઼ ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજેલ હતું જયારે પાછળ બેસેલ કલ્પેશભાઇ પ્રજાપતિને ગંભિર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!