A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ જીલાના મહેમદપુર ગામે થી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ એલસીબી ટીમે ઝડપી લીધો

પાટણ જીલાના
મહેમદપુર ગામે થી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ એલસીબી ટીમે ઝડપી લીધો

૩૫૧ બોટલો સાથે રૂ.૭૧ હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી: પાટણ તાલુકાના મેમદપુર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૩૫૧ કિ.રૂ.૭૧,૪૮૧ના મુદ્દામાલ સાથે એક ઇસમને બાતમીના આધારે પાટણ એલ.સી.બી.ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ દ્વારા પાટણ શહેર અને જીલ્લામાં પ્રોહી, જુગારની ગે.કા.પ્રવુતિ રોકવા સફળ રેડો કરવા કરેલ સુચના આધારે વી.આર.ચૌધરી ઇ.પો.ઇન્સ.એલ.સી.બી. પાટણ સહિત સ્ટાફના માણસો સાથે પાટણ તાલુકા ટાઉનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાનખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મહેમદપુર ગામે રહેતા ઠાકોર દશરથજી હજુરજી તેના ઘરની નજીક આવેલ કાળકા મંદિર સામે આવેલ પાર્લરની પાછળ આવેલ ખુલ્લી અવાવરૂ જગ્યામા પડેલ રોડા તથા લાકડાની તેમજ બાવળના ઝાડની આડશમા ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી રાખી વેચાણ કરી રહેલ છે જે હકીકત આધારે એલસીબી ટીમે પંચો સાથે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઠાકોર દશરથજી હજુરજી રહે મેમદપુર પાટણવાળો પોતાના કબ્જા ભોગવટામા ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ-૩૫૧ જેની કુલ કિ. રૂ.૭૧,૪૮૧ના વિદેશી દારૂના જથ્થા તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૭૬,૪૮૧ ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.

જયારે દારૂ પુરો પાડનાર મહારાજ રહે દીયોદર જી.બનાસકાંઠા વાળા હાજર મળી આવેલ ન હોય સદરી બન્ને ઇસમો વિરુધ્ધ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી ગોલાપુર પોલીસે હાથ ધરી છે.

Related Articles

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!