A2Z सभी खबर सभी जिले कीगुजरातदाहोद

દાહોદ રેલવે સ્ટેશન બ્રેકિંગ ન્યુઝ

દાહોદ

દાહોદ રેલવે સ્ટેશન ઉપર સતત ૭૪ વર્ષથી શેઠ પરિવાર દ્વારા ચાલતો ‘એ.એચ.વ્હીલર બુક સ્ટોલ’ ગત સપ્તાહથી જડબેસલાક બંધ થવા પામ્યો છે.
અગાઉના સમયે કાનપુરમાં આર્થર હેનરી (એ.એચ.) વ્હીલર નામે વાંચનપ્રિય એક અંગ્રેજ અધિકારી હતા. જેઓએ નિવૃત્તિ બાદ ઈંગ્લેન્ડ ખાતે જઈને એ.એચ.વ્હીલર નામે બુકસ્ટોલની શૃંખલા આરંભી. જેને તેમના અવસાન બાદ તેમના જમાઈ માર્ટિન બ્રાન્ડ તથા આ બુકસ્ટોલના તેમના સહ-સ્થાપક એમિલી એડવર્ડે મળીને ભારતના રેલ્વે સ્ટેશનો ઉપર પ્રવાસીઓ કાજે એ.એચ.વ્હીલર બુક સ્ટોલ ખોલવાનું નક્કી કરતા આજથી ૧૪૭ વર્ષ અગાઉ ૧૮૭૭ માં સૌપ્રથમ પ્રયાગરાજ (અલ્હાબાદ)ના રેલ્વે સ્ટેશન ઉપર મોરે નામે વાંચનપ્રિય વ્યક્તિએ શરૂઆતમાં રેલ્વે સ્ટેશન ઉપર ચાદર પાથરીને બુકસ્ટોલ આરંભ્યો. બીજો હાવડા અને ત્રીજો નાગપુર રેલ્વે સ્ટેશન ખાતે આ બુકસ્ટૉલ આરંભાયો અને પછી તો ભારતના ૨૫૮ રેલ્વે સ્ટેશનો ઉપર ૩૭૮ એ.એચ. વ્હીલર બુકસ્ટોલ આરંભાયા.જે અંતર્ગત દાહોદ રેલ્વે સ્ટેશન ઉપર પણ ૧૯૫૦ માં એ.એચ.વ્હીલર બુકસ્ટોલ શરુ થયો. દાહોદ ખાતે અખબારના વ્યવસાય સાથે જોડાયેલા એજન્ટ રમણલાલ શેઠના પરિવારને આ બુકસ્ટોલ ચલાવવાની કાયદેસર પરમિશન મળી.
કાળક્રમે ઇન્ટરનેટ આવતા કમ્પ્યુટર અને મોબાઈલનું ચલણ વધતા પુસ્તકોનું વેચાણ ઘટતું ગયું. વળી, ફાસ્ટ એવા આ યુગમાં લોકોની વાંચનવૃત્તિ પણ ઘટતી ગઈ. તેમ છતાંય ૨૦૧૫ ના વર્ષે આ એ.એચ.વ્હીલર બુક સ્ટોલનું દેશભરનું કુલ વાર્ષિક ટર્નઓવર રૂ.૪૨૦૦ કરોડને વટાવી ગયું હતું.
દરમ્યાનમાં કોરોના સમયે જયારે સંક્રમણને રોકવા ભારતભરમાં ટ્રેનોનું આવાગમન બંધ કરાયું ત્યારે સ્વાભાવિક રીતે જ રેલ્વે સ્ટેશનો ઉપર ચાલતાં આવા બુકસ્ટોલ્સ પણ બંધ કરવાની ફરજ પડી જેના કારણે એકસમયે ધમધમતા ખુબ જાણીતા આ બુકસ્ટોલના માધ્યમથી દેશભરમાં કાર્યરત તેના એજન્ટો અને તેની સાથે ઘરેઘરે અખબાર વેચતા અનેક ફેરિયાઓની હાલત કફોડી બની. કાળક્રમે નવી નીતિ હેઠળ પેપર અને પુસ્તક વેચતા આ એ.એચ.વ્હીલર બુક સ્ટોલ ઉપર બાદમાં સરકારે MPS મલ્ટીપર્પઝ સ્ટોલની પરમિશન આપી, જે બાદ અત્રે દૈનિકોની સાથે રેડીમેડ ખાણીપીણીના પડીકા, અમુક દવાઓ અને પાણીની બોટલ તથા ટૂથબ્રશ-પેસ્ટ, ચોકલેટ, બિસ્કિટ વગેરે વેચવાનો આરંભ થયો.
હાલમાં દાહોદના રેલ્વે સ્ટેશન ઉપર ચાલતા વિકાસ કાર્યક્રમ અંતર્ગત એ.એચ.વ્હીલર બુક સ્ટોલની ૭૪ વર્ષ જૂની પેઢી હતી તે સ્થળે તાજેતરમાં તા.૫.૨.’૨૪ થી દિવાલ ચણી દઈ સ્ટોલ તોડી પડાતાં શેઠ પરિવારની આ જાણીતી પેઢી સમુળગી બંધ થઇ જવા પામી છે. આમ, દાહોદની ત્રણેક પેઢીઓ જેને ત્યાંના અખબારો અને પુસ્તકો વાંચીને ઉછરી છે તે એજન્સી અચાનક બંધ થતા દાહોદના વાંચનપ્રિય લોકો માટે આઘાતજનક સમાચાર છે. (આ સાથે બંધ થયેલ એ.એચ.વ્હીલર એજન્સી ખાતે ઉભી થઈ ગયેલ દિવાલના ફોટા અને દાહોદ રેલ્વે સ્ટેશનના વિકાસકાર્યની ફોટો છે

રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!