
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગૌવંશ નંદી ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકનાં ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.રાધનપુરમાં વિઘ્ન સંતોષી માણસ દ્વારા ગૌવંશ પર ગંભીર રીતે હુમલો કરાતા ઘાયલ ગૌવંશને રાધનપુર સુરભી ગૌશાળા દ્વારા એમ્બ્યુલન્સ મારફતે ભાભર ખાતે આવેલી જલારામ ગૌશાળા ખાતે સારવાર માટે મોકલવામાં આવિ છે. છરા વડે ગૌવંશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ ગૌપ્રેમીઓ ને જાણ થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી દવા કરાવી વધુ સારવાર અર્થે આગળ મોકલવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે હાલ રાધનપુર શહેર સહિત વિસ્તારના ગૌ પ્રેમીઓમાં ભારે રોશની લાગણી ફેલાઈ છે અને વારંવાર થતી આવી ઘટનાઓને લઈને ગૌભક્તોની અંદર આવા તત્વો સામે કડક ને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.હાલ ઘટના ને પગલે ગૌવંશ ઘાયલ થતાં રાધનપુર શહેરમાં ગૌભક્તોની અંદર ભારે રોશની લાગણી જોવા મળી રહી છે. તેમજ આગામી સમયમાં આ કૃત્ય કરનાર નરાધમ ને પકડવામાં નહિ આવે તો ગૌ પ્રેમીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.