
ગુજરાત, ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારા ને જોડતો રાજમાર્ગ પર આવેલ આહેરડી ગામ નજીક વળાંકમાં રોલર ક્રેશ બેરીયર લગાડવામાં આવ્યા છે. તેની બાજુમાં કોઈકે કચરો સળગાવતા આગ લાગી જવા પામી હતી. જેના કારણે નજીકમાંજ લાગેલા રોલર ક્રેશ આગ ની ઝપટ માં આવી જતા 40 જેટલા રોલર ક્રેશ બળી જવા પામ્યા હતા. વઘઈ ટ્રાફિક પોલિસે આગ નાં બનાવ માં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને આગ ગડાડનાર ની શોધખોળ હાથ ધરવામાં આવી છે.