
જાહેર સ્થળો પર વહીવટી તંત્ર ની સેફ્ટી ની મંજૂરી અંગે સામાન્ય જનતા જોઈ શકે તે રીતે ડીસ્પ્લે કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગ કરી
રાજુલા નાં યુવા ધારાશાસ્ત્રી અજય શિયાળ દ્વારા કલેકટરને રજૂઆત કરી
થોડા દિવસો પહેલા જ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં બનેલ અગ્નિ કાંડ ની ઘટનાએ સમગ્ર રાજ્ય અને દેશ ની જનતા હચમચાવી દીધા હતા પરંતુ દરેક દુર્ઘટનામાં થી તંત્ર એ બોઘ પાઠ લેવો જોઈએ અને નિયમો નું કડકાઈથી કોઈ ની શેહશરમ રાખ્યા વગર પાલન થવું નાગરિકો નાં હિતમાં જરૂરી છે સામાન્ય રીતે કોઈ જાહેર સ્થળો જેમ કે હોસ્પિટલ, સ્કૂલ, ગેમ ઝોન, પાર્ટી પ્લોટ, લોકમેળા, મોલ, જાહેર બિલ્ડીંગ સહિત નાં જાહેર સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે આવાં સ્થળોને વહીવટી તંત્ર દ્વારા ફાયર એન.ઓ.સી, બી.યુ.સી મંજૂરી, પોલીસ મંજૂરી, ઈલેક્ટ્રોનિક સેફ્ટી સર્ટીફીકેટ, લીફટ વેરીફીકેશન સહિત જરૂરી મંજૂરી આપવામાં આવેલ છે કે નહીં એવું જો સામાન્ય નાગરિક જાહેર સ્થળો નાં માલિકો ને પુછે તો અધિકારીઓ અને રાજકીય નેતાઓનાં જોરે ફુલી ફાલી આવાં લોકો સામાન્ય નાગરિકો ને સરખો જવાબ પણ ન આપે તોછડું વર્તન કરી કાઢી મુકતા હોય છે અને સામાન્ય નાગરિક પણ ખોટી માથાકૂટ માં ઉતરવું નથી તેવું માની જતા રહેતા હોય છે. આવાં સંજોગોમાં દરેક સામાન્ય નાગરિક સરળતાથી ફાયર એન.ઓ.સી, બીયુસી, પોલીસ મંજૂરી, નગરપાલિકા ની મંજૂરી, લીફટ વેરીફીકેશન, ઈલેક્ટ્રોનિક સેફ્ટી સર્ટીફીકેટ વગેરે જરૂરી મંજૂરી જાહેર સ્થળો પર દરવાજા પર તમામ લોકો જોઈ શકે તેવી રીતે ડીસ્પ્લે કરવા અને ઈમરજન્સી સમયે બહાર નીકળવા નાં રસ્તા નો નકશો મુકવામાં આવે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે રાજુલા નાં યુવા ધારાશાસ્ત્રી અજય શિયાળ દ્વારા જિલ્લા કલેકટર શ્રી ને રજુઆત કરવામાં આવી હતી. વધુ માં એડવોકેટ અજય શિયાળ દ્વારા એવું જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પહેલ કરી છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ મુજબ નું જાહેરનામું થવું જોઈએ.