
સાપુતારા મા આજે 8 મે ના રોજ સાંજે પાંચ વાગ્યે અચાનક આકાશ માં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ સાપુતારા હીલ સ્ટેશન તથા તળેટી વિસ્તારમાં પણ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતો તેઓના પાકને લઈને ચિંતામાં મુકાયા હતા. કેરીનો પાક અને સ્ટ્રોબેરી ના પાક ને ભારી નુકસાન થવાની શક્યતા રહેલી છે.