
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે મધુરમ સર્કલ ચલથાણ જતાં કેનાલ રોડ પર એક ખુલ્લા ખેતરમાં હાઇટેન્સન ટાવર ની નજીક એક અજાણ્યા વ્યક્તિ ની લાશ પડેલી જોવા મળી હતી. એક રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણકારી આપતા તાત્કાલિક ડીંડોલી પોલીસ ની પિસિઆર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ ડીંડોલી પોલીસ સ્ટેશન નાં પીઆઈ તથા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતાં. આશરે 32 થી 35વર્ષીય અજાણ્યાની લાશ પડી હતી. ધારદાર હથિયારથી ગાલ ઉપર તથા ગાળાના ભાગે, દાઢીના ભાગે તેમજ છાતીના જમણી તરફ બગલની નિચે નાં ભાગે તથા જમણા હાથના હથેળીના ભાગે, ડાબા હાથના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ જોવા મળી હતી. તેના શરીર પર દેખાતા ઘા ઉપરથી જોતા તેની હત્યા કરવામા આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પોલીસની ટીમે તેનો મૃતદેહ પોસ્ટોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યો હતો. તેમજ ડોગ સ્કોવડ પણ બોલાવી લીધી હતી. તેની હત્યા ક્યારે અને કેવી રીતે થઇ તે અંગે તથા આ અજાણ્યા ની ઓળખ થાય તે માટે ની કાર્યવાહી હાથ ધરી છે. મોડી સાંજે મૃતક વેસુ આવાસ મા રહેતો ગોવિંદા બચ્ચાઉં હોવાનુ બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તતેનો નાનો ભાઈ કિશોરે તેની હત્યા કરી છે. પોલિસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે કે તેણે આ હત્યા કયા કારણસર કરી છે.