IMG-20260411-WA0114

11:25 5G 58% d879a3bd-eb2b-4e5f-8323-8... PAROLE-FURLOUGH SQUAD GUJARAT POLICK VADODARA RURAL VADODARA GUJARAT POLICE “ ઓપરેશન પરાક્રમ " ता.११/०४/२०२७ પાદરા પો.સ્ટે.ના અપહરણના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી તથા ભોગ બનનારને અમદાવાદ ખાતેથી શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોર્ડ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા નાસતા- ફરતા આરોપીઓને ઝડપી પાડવા અર્થે તા.૦૭/૦૪/૨૦૨૬ થી તા.૨૧/૦૪/૨૦૨૬ સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. જે સંદર્ભે શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા નાઓએ ડ્રાઇવ દરમ્યાન જિલ્લામાં બનતા વિવિધ ગુન્હામાં સંડોવણી ધરાવતા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા તથા ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને જિલ્લામાં દાખલ થયેલ સિરીયસ તથા મિલ્કત વિરૂધ્ધના તેમજ અપહરણના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ. તેમજ શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓ દ્વારા "ઓપરેશન પરાક્રમ" અંતર્ગત નાસતા-ફરતા આરોપી પકડવા અંગેની ડ્રાઇવ દરમ્યાન વિવિધ ગુનાઓના કામે નાસતા-ફરતા આરોપીઓ જેવા કે, મિલ્કતસબંધી, ચોરી, પ્રોહિબીશન, અપહરણ, લુંટ, ધાડ, છેતરપિંડી, વિશ્વાસઘાત, લેન્ડ ગ્રેબીંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપીઓ તથા અલગ-અલગ ગેરકાયદેસર પ્રવુતિ સાથે જોડાયેલ ગુનેગારોને શોધી કાઢી તેઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ તથા " ઓપરેશન મુસ્કાન * અંર્તગત ગુમ/અપહરણ થયેલ બાળકો, સ્ત્રી/પુરૂષો તેમજ કિશોર/ કિશોરીઓને શોધી કાઢવા અંગે તા.૦૫/૦૪/૨૦૨૬ થી તા.૧૧/૦૪/૨૦૨૬ દિન-૦૭સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી કાર્યવાહી કરવા સારૂ સૂચના આપવામાં આવેલ હતી. પાદરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.એ-૧૧૧૯૭૦૩૪૨૫૦૦૧૨ BNS કલમ-૧૩૭(૨), ૮૭ મુજબનો ગુન્હો પાદરા પો.સ્ટે. ખાતે તા.૦૭/૦૧/૨૦૨૫ના રોજ નોંધાયેલ. જે ગુનાના કામે આ કામના ફરીયાદીશ્રી નાઓની સગીર વયની દિકરી ઉ.વ.૧૫ વર્ષ,૦૪ માસ નાનીને આ કામના આરોપી દેબાસીશ દિલીપભાઇ રોય હાલ રહે.મહુવડ, ક્રિષ્ના વજન કાંટા તા.પાદરા, મુળ રહે. છોટા લૌકુટી, બક્ષીરહટ, ભાનુકુમારી, કુચ બેહાર, પશ્ચિમ બંગાળ નાનો લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ અને સતત સ્થળાંતર કરી રહેતો હતો અને પોલીસ ધરપકડથી નાસતો ફરતો હતો. જે સંદર્ભે શ્રી એસ.જે. જત, પોલીસ સબ ઇન્સ્પેકટર, પેરોલ-ફર્લો સ્કવોર્ડ, વડોદરા ગ્રામ્ય નાઓએ ડ્રાઇવ દરમ્યાન સ્ટાફના માણસોને વિવિધ ગુનાના કામે નાસતા-ફરતા આરોપીઓ તથા અપહરણના ગુનાના કામે ભોગ બનનાર કિશોરીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ. જે દરમ્યાન ટીમના (૧) અ.મ.સ.ઇ. પ્રવિણ વસંતરાવ તથા (૨) આ.પો.કો. તુષારભાઇ અરવિંદભાઇ નાઓએ સદર આરોપી તથા ભોગબનનારની તપાસ કરતા આરોપી અમદાવાદ ખાતે હોવાની સચોટ બાતમી મળેલ જે બાતમીની ખરાઇ કરી શ્રી એસ.જે.જત પો.સ.ઇ. નાઓ એક ટીમ સાથે તાત્કાલિક અમદાવાદ ખાતે વોચ તપાસ ગયેલ જે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે મોજે. બ્લોક-A3, સર્વે નં.૩૯૬-૪ નોવા કમ્પાઉન્ડ, મોરૈયા ગામ, સરખેજ - બાવળા હાઈવે, અમદાવાદ ખાતેથી આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી હસ્તગત કરેલ અને આગળની જરૂરી કાર્યવાહી સારૂ પાદરા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ.

Back to top button