
તાજેતરમાં સહયોગ વિદ્યાલયમાં ધોરણ-1 થી 8 અને કે.જી-1, કે.જી-2 ના બાળકોને પ્રોત્સાહીત કરવા માટે જે બાળકને ગોલ્ડ મેડલ ,સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ તથા સૌ ભાગ લીધેલ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બાળકોને સંસ્થાનાં સંચાલકશ્રી મોહનભાઈ પટેલ અને કૃણાલભાઈ સુથાર તેમજ શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ રાઠોડની ઉપસ્થિતીમાં નાનક્ડો સરસ મજાનો કાર્યક્રમ કર્યો હતો.જેમાં શાળાની અંદર સરસ મજાની પ્રવૃત્તિઓ કે.જી-1,કે.જી-2 ના બાળકો દ્વારા ભાતચિત્ર તથા બાળગીત દ્વારા રંગોની ઓળખ આપવામાં આવી હતી, તેમાં કલ્પનાબેન,તેજલબેન,
દામિનીબેન,ભાવિનીબેન,સોહિલભાઈ,મહેશભાઈ વગેરે સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું આયોજન ખૂબ સરસ થયું હતું.આમ દરેક બાળકોને પ્રોત્સાહન મળી રહે તેવો એક નાનકડો પ્રયાસ હતો.
*રિપોર્ટર:– મહેશ રાવલ ,દહેગામ*