A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

રાધનપુર: ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ નાં કારણે ઝાડીમાં આગ લાગી: લોકોમાં ભયનો માહોલ છવાયો , સદનસીબે આગને લઇ કોઇ દુર્ઘટના ના સર્જાતાં લોકોએ રાહત અનુભવી*

રાધનપુર: લાલબાગ પાસે વીજ ડિપિમાંથી તણખા ઝરતાં ઝાડી ઝાંખરામાં આગ લાગી:

પાટણ.. રાધાનપુર

*રાધનપુર: ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ નાં કારણે ઝાડીમાં આગ લાગી: લોકોમાં ભયનો માહોલ છવાયો , સદનસીબે આગને લઇ કોઇ દુર્ઘટના ના સર્જાતાં લોકોએ રાહત અનુભવી*

*રાધનપુર: લાલબાગ પાસે વીજ ડિપિમાંથી તણખા ઝરતાં ઝાડી ઝાંખરામાં આગ લાગી: વીજ ડિપીમાં શોર્ટસર્કિટ: વીજ સપ્લાય બંધ કરી આગ ઉપર કાબૂ મેળવાયો*

રાધનપુર શહેરમાં ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ નાં કારણે ઝાડીમાં આગ લાગી હતી આ લાગતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.રાધનપુર નાં લાલબાગ પાસે વીજ ડિપિમાંથી તણખા ઝરતાં ઝાડી ઝાંખરામાં આગ લાગી હોવાની વિગત સામે આવી છે.શનિવારે એસટી બસ સ્ટેશનથી ભાભર તરફ જવાના માર્ગ ઉપર લાલબાગ વિસ્તારના પાછળના ભાગે વીજ કંપની દ્વારા નાખેલ ટ્રાન્સફોર્મરમાં બપોરે અચાનક શોર્ટ સર્કિટ થતા આજુબાજુમાં બાવળોની ઝાડીમાં આગ લાગી હતી. થોડી વારમાં આગ બે કાબુ બનતા ટ્રાન્સફોર્મર નીચે પડેલા કચરામાં આગ પ્રસરતા આગન જ્વાળા અને કાળા ધુમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.

આગને કારણે આસપાસના દુકાનદારોમાં અફડા તફડી મચી જવા પામી હતી. આગની ઘટનાની જાણ થતા પાલિકાનું ફાયર ફાયટરને થતા સ્થળ પર પહોંચી આગને કાબુમાં કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.જ્યારે વીજ કંપનીની કચેરીમાં જાણ થતાં વીજ કર્મીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો. અને સદનસીબે આગને લઇ કોઇ દુર્ઘટના ના સર્જાતાં લોકોએ રાહત અનુભવી  હતી.જ્યારે શહેરમાં વીજ પોલ ઉપર વીંટળાયેલા વેલ તેમજ ડીપી નજીક ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા વીજ કંપની દ્વારા દૂર કરાવવાની કામગીરી જો સમયસર કરાય તો આવી દુર્ઘટના રોકી શકાય તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

રાધનપુર શહેરના બસ  સ્ટેશનથી ભાભર તરફ જતા માર્ગ પર બપોરે  વીજ ડીપીમાંથી તણખાં પડતા આજુબાજુની ઝાડી ઝાંખરામાં આગ લાગતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ વીજ પોલ ઉપર વેલ અને ડીપી કો આજુબાજુ ઉગી નીકળે ઝાડી ઝાંખરા હટાવવાની કામગીરી બાબતે વીજ કંપની દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે જેને લઈને આગની ઘટના બની હોવાનું વિગત જાણવા મળી છે.

રાધનપુર શહેરના એસટી સ્ટેશનથી ભાભર તરફ જતા માર્ગ પર લાલબાગ વિસ્તારના પાછળના દરવાજા પાસે વીજ કંપની દ્વારા નાખવામાં આવેલી ડીપીમાં શનિવારનાં બપોરે અચાનક શોર્ટ સર્કિટ થયો હતો અને શોર્ટ સર્કિટ ના કારણે તણખાં ઝરતા આજુબાજુમાંઝાડી ઝાંખરામાં આગ લાગી હતી.થોડી વારમાં આગ બે કાબુ બનતા ડીપી નીચે એકઠો થયેલ કચરમાં આગ લાગતા આગ જ્વાળા અને કાળા ધુમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.ધડાકા અને આગ લાગવાના બનાવ થી આજુ બાજુમાં લાગેલ આગને કારણે માર્ગ પરના દુકાનદારોમાં અફડા તફડી મચી જવા પામી હતી.

આગની ઘટનાની જાણ થતા પાલિકાનું ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.જ્યારે વીજ કંપનીને જાણ થતાં વીજ કર્મીઓ તાત્કાલિક હાજર થાય હતા અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. મહા મુસીબતે અને ભારે મહેનતે આગ પર કાબુ મેળવવા શહેરના લોકોએ રાહતો દમ લીધો હતો. જ્યારે શહેરમાં વીજ પોલ ઉપર લીલી વીંટળાયેલા વેલ તેમજ ડીપી નજીક ઉગી નીકળેકા ઝાડી ઝાંખરા વીજ કંપની દ્વારા દૂર કરાવવા ની કામગીરી સમય સર કરવામાં આવેતો આવી દુર્ઘટના રોકી શકાય તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!