मुख्य समाचार पर जाएँ
LIVE NEWSROOM
BREAKING
मथुरा में बीजेपी कार्यकर्ता सम्मेलन और आशीर्वाद समारोह, विपक्ष पर बरसे भाजपा प्रदेश महामंत्री और विधायक राजेश चौधरीसरस्वती शिशु मंदिर सुबखार में हल्दी-कुमकुम कार्यक्रम*मालाखेड़ी को मिली विद्युत सौगात, 33/11 केवी उपकेंद्र का लोकार्पण*हमीरपुर :मकान कब्जे को लेकर दो पक्षों में खूनी संघर्ष, तीन घायलसड़क दुर्घटनाओं की रोकथाम के लिए चिन्हित ब्लैक स्पॉट पर लगाएं संकेतक बोर्ड एवं रेडियमः कलेक्टरहमीरपुर :कंस मेला स्थल का एसपी ने किया निरीक्षण, सुरक्षा व्यवस्था परखीजौनपुर: यातायात नियमों का उल्लंघन करने वालों पर पुलिस का कड़ा प्रहार, एक ही दिन में 989 वाहनों का चालानअखंड भारत न्यूजअखंड भारत न्यूजबेटी की शादी के लिए 4 लाख की मदद का झांसा देकर 16 हजार रुपये ठगे, पीड़ित ने पुलिस से लगाई गुहारमथुरा में बीजेपी कार्यकर्ता सम्मेलन और आशीर्वाद समारोह, विपक्ष पर बरसे भाजपा प्रदेश महामंत्री और विधायक राजेश चौधरीसरस्वती शिशु मंदिर सुबखार में हल्दी-कुमकुम कार्यक्रम*मालाखेड़ी को मिली विद्युत सौगात, 33/11 केवी उपकेंद्र का लोकार्पण*हमीरपुर :मकान कब्जे को लेकर दो पक्षों में खूनी संघर्ष, तीन घायलसड़क दुर्घटनाओं की रोकथाम के लिए चिन्हित ब्लैक स्पॉट पर लगाएं संकेतक बोर्ड एवं रेडियमः कलेक्टरहमीरपुर :कंस मेला स्थल का एसपी ने किया निरीक्षण, सुरक्षा व्यवस्था परखीजौनपुर: यातायात नियमों का उल्लंघन करने वालों पर पुलिस का कड़ा प्रहार, एक ही दिन में 989 वाहनों का चालानअखंड भारत न्यूजअखंड भारत न्यूजबेटी की शादी के लिए 4 लाख की मदद का झांसा देकर 16 हजार रुपये ठगे, पीड़ित ने पुलिस से लगाई गुहार
A2Z सभी खबर सभी जिले की

ભાવનગર એસ.ટી. વિભાગના કેટલાક ડ્રાઇવરોની મનમાનીભાવનગર એસ.ટી.ના કેટલાક ડ્રાઇવરોની મનમાની: મોટા સ્ટોપેજ પર બસો ઊભી ન રાખતા મુસાફરો પરેશાન

WhatsApp Facebook
  • રૂટના બોર્ડ ન દેખાતા હોવાની અને ખાનગી ટ્રાવેલ્સને ફાયદો કરાવવા બસ આગળ કાઢી લેવાની વ્યાપક ફરિયાદો: ડેપો મેનેજર કડક આદેશો આપે તેવી લોકશાહીમાં માંગ
    ભાવનગર:
    ભાવનગરથી ઉપડતી એસ.ટી. બસોના કેટલાક ડ્રાઇવરો દ્વારા નિયત સ્ટોપ પર બસ ઊભી ન રાખીને પોતાની મનમાની ચલાવવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પેસેન્જરોએ ભારે ભોગ બનવું પડી રહ્યું છે.
    આજે વહેલી સવારે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં ભાવનગરથી ઉપડતી વિછીયા રૂટની બસના ડ્રાઇવર દ્વારા દેસાઈનગર સ્ટોપ પર બસ ઊભી રાખવામાં આવી ન હતી. એટલું જ નહીં, બસનો મેઈન ડોર (દરવાજો) પણ બંધ રાખવામાં આવ્યો હતો, જે માત્ર ડ્રાઇવર પાસેના બસ સ્ટેન્ડે જ ખુલે છે. આ સિવાય, ભાવનગર-ચોટીલા બસ પણ દેસાઈનગર કે વડલા જેવા મોટા અને મુખ્ય સ્ટોપ પર ઊભી રાખવામાં આવી ન હતી. આવા મોટા સ્ટોપેજ પર ડ્રાઇવરો પોતાની મનમાની કરીને બસ ભગાડી મૂકે છે, જેના લીધે વહેલી સવારે નોકરી-ધંધે કે ઇમરજન્સીમાં જતા મુસાફરો રઝળી પડે છે.
    રૂટ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન: બોર્ડ દેખાતા જ નથી
    મુસાફરોની બીજી મુખ્ય ફરિયાદ બસ પર લગાવવામાં આવતા રૂટ બોર્ડને લઈને છે. નિયમ પ્રમાણે દરેક બસ પર રૂટનું બોર્ડ સ્પષ્ટ દેખાય તે રીતે રાખવાનું હોય છે. પરંતુ અહીં ચોટીલા બસમાં ગ્રીન કલરનું બોર્ડ અને મોટી ધારાઈ બસમાં બ્લુ કલરનું બોર્ડ એવી રીતે રાખવામાં આવે છે કે જે મુસાફરોને બિલકુલ દેખાતું જ નથી. યોગ્ય બોર્ડ ન હોવાને કારણે મુસાફરો જાણી શકતા નથી કે બસ ક્યા રૂટની છે, અને બસ ચૂકી જાય છે.

સ્થાનિક પેસેન્જરોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે, એસ.ટી.ના અમુક ડ્રાઇવરો જાણીજોઈને પોતાની સરકારી બસને નિર્ધારિત સમય કરતા પાછળ રાખે છે અથવા સ્ટોપ પરથી વહેલી ભગાડી મૂકે છે, જેથી તેમની પાછળ કે આગળ આવતી ખાનગી (પ્રાઇવેટ) બસોને પેસેન્જરો મળી રહે. ડ્રાઇવરોના આવા વલણના કારણે એક તરફ સામાન્ય જનતા પરેશાન થાય છે અને બીજી તરફ એસ.ટી. નિગમ એટલે કે સરકારને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

ડ્રાઇવરોની આ પ્રકારની બેદરકારી અને મનમાની સામે ભાવનગરની જનતા અને મુસાફરોમાં ભારે આક્રોશ (ગુસ્સો) જોવા મળી રહ્યો છે. મુસાફરો વતી એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવે છે કે:

જો આગામી દિવસોમાં આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય સુધારો કરવામાં નહીં આવે, તો મુસાફરો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે.