A2Z सभी खबर सभी जिले की

શ્રી ખડાયતા પરિષદ મહિલા પાંખ વડોદરા દ્વારા તા. ૧૩/૦૬/૨૦૨૫ ના રોજ ડિઝાઇન યોર ડેસ્ટીની ૧.૦ (ઓલ ઇન્ડિયા ખડાયતા લેડીઝ મીટ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી ખડાયતા પરિષદ મહિલા પાંખ વડોદરા દ્વારા તા. ૧૩/૦૬/૨૦૨૫ ના રોજ વડોદરા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ આજવા રોડ વડોદરા ખાતે ડિઝાઇન યોર ડેસ્ટીની ૧.૦ (ઓલ ઇન્ડિયા ખડાયતા લેડીઝ મીટ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ અંતર્ગત મહિલાઓને જાગૃત કરવા હેતુ નિમંત્રણ પાઠવવામાં આવેલ જે કાર્યક્રમમાં હાજરી આપી હાજર રહેલ તમામ મહિલાઓને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવામાં આવ્યા તેમજ સાયબર ક્રાઈમ થી બચવા શું કરવું અને કેવી રીતે સાવચેતી રાખવી તે અંગે સાયબર અવેરનેશ પ્રમોટર અને ઓર્ગેનાઇઝિંગ કમિશનર રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ, ડાયરેક્ટર (તાલીમ) સાયબર સિક્યુરિટી ફોર્સ ડૉ. વિશાલ ભરતભાઈ શાહ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી. સદર હું કાર્યક્રમની અંદર ભારત દેશમાંથી કુલ 1200 મહિલાઓ હાજર રહેલ હતા. આયોજક :- શ્રી ખડાયતા પરિષદ મહિલા પાંખ વડોદરા પ્રમુખશ્રી હીનાબેન બી. શાહ

Check Also
Close
Back to top button
error: Content is protected !!