વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર. આજરોજ બોડેલી ખાતે જગન્નાથજીની ત્રીજી રથયાત્રા ધામધૂમથી નીકળી રથયાત્રા બોડેલી જલારામ મંદિરથી શરૂ થઈ, ઢોકલીયા અને અલીપુરા ફરીને ખોડીયાર માતાના મંદિરે પૂર્ણાહુતિ કરશે.રસ્તામાં નાસ્તા, પાણી, છાસનું વિતરણ કરવામાં આવ્યું રથયાત્રા આયોજક મંડળ દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું રથયાત્રા ના રૂટ પર ટ્રાફિકની સમસ્યાના ઉભી થાય તેના ભાગરૂપે પોલીસતંત્ર ખડે પગે રહી જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર બોડેલી ગુંજી ઉઠ્યું.