
રાજુલાના ચાંચબંદર ગામનો યુવાન ૩૫૦૦કિ.મીની પદયાત્રા પૂર્ણ કરી પરત ફરતા ગ્રામજનોએ સામૈયા કર્યા..
![]()
રાજુલા તાલુકાના દરીયાઇ કાંઠા વચ્ચે ચાંચબંદર ગામ આવેલુ છે. આ ગામમા લોકો મોટા ભાગે વ્યવસાય અર્થે માછીમારી સાથે સંકળાયેલ છે. અહીં આ ચાંચબંદર ગામનો યુવાન વિશાલભાઇ ગુજરીયા તેમણે પાંચ મહિના પહેલા પગપાળા યાત્રા શરૂ કરી હતી. આ યુવાને ૩૫૦૦ કિલોમીટરની બાંદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી-ગંગોત્રી, કાશી, અયોધ્યા સહિતના યાત્રા ધામની પદયાત્રા પૂર્ણ કરી હતી. અને પદયાત્રા દરમિયાન બાંદ્રીનાથ, કેદારનાથ સહિતના સ્થળો પર દર્શન કરી આશીર્વાદ લીધા હતાં. જે બાદ પદયાત્રા પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે સામૈયા કરવામા આવ્યાં હતાં. આ યુવાન પરત ફરતાની સાથે જ ગ્રામજનોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચાંચબંદર ગામના પૂર્વ સરપંચ કાનજીભાઈ ચોહાણ, જણાવ્યું હતુ કે, અમારા ચાંચ ગામનો યુવાન વિશાલભાઇ ગુજરીયાએ ચાલીને ૩૫૦૦ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી વતન પરતા ફરતા સૈમયા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. વિશાલભાઇએ પદયાત્રા દરમિયાન બાંદ્રીનાથ, કેદારનાથ સહિતના સ્થળો પર જઇને દર્શન કર્યા હતાં. ૩૫૦૦૦ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી વતન આવતા વિશાલભાઇને અભિનંદન પાઠવું છું. આ તકે જીલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઇ શિયાળ, સંજયભાઈ ધૂધારવા, રાકેશભાઈ શિયાળ, બાબુભાઇ બારૈયા, ભુપતભાઇ શિયાળ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં…..